આગામી ૫ દિવસ લૂ એવી પડશે કે ભલભલાના ગાભા નિકળી જશે, પારો ૪૦ ડિગ્રીને પાર જશે

નવીદિલ્હી, ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. એક્તરફ પારો ચઢી રહ્યો છે તો બીજી તરફ લૂ પણ થપેડા મારી રહી છે. હવામન વિભાગના અનુસાર પૂર્વી ભારતના એક મોટા ભાગમાં લૂનો આતંક જોવા મળી રહ્યો છે. આગામી ૫ દિવસ હીટવેવ ચાલુ રહેશે. પશ્ર્વિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારના કેટલાક વિસ્તારોમાં લૂ પરેશાન કરી શકે છે. આ મહિનામાં બીજી વખત થનાર છે. પંજાબ-હરિયાણા અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. આવો જાણીએ આગામી ૪-૫ દિવસ હવામાન કેવું રહેશે.

સ્કાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી ૨૪ કલકમાં ૨૩ થી ૨૬ એપ્રિલ વચ્ચે જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મયમ વરસાદ પડી શકે છે. કેટલીકા જગ્યાએ હિમવર્ષાની પણ સંભાવના છે. આ ઉપરાંત આજે ઉત્તરી પંજાબ અને ઉત્તરી હરિયાણામાં હળવો વરસાદ પડી શકે છે. ગાજવીજ અને વિજળી સાથે ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

જાણી લો કે ૨૩ થી ૨૪ એપ્રિલ વચ્ચે નોર્થ-ઇસ્ટ ભારતમાં હળવાથી મયમ વરસાદની સંભાવના છે. આજે ઉપ-હિમાલયન પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મય પ્રદેશ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં હળવોથી મયમ વરસાદ પડી શકે છે. ૨૩ થી ૨૬ એપ્રિલની વચ્ચે મય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઉત્તર કોંકણ અને ગોવામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, ૨૩ થી ૨૪ એપ્રિલની વચ્ચે આંતરિક કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના અનુસાર ૧૫ એપ્રિલથી ઓડિશામાં અને ૧૭ એપ્રિલથી વેસ્ટ બંગાળમાં ગંગા કિનારા વિસ્તારોમાં લૂ પરેશાન કરી રહી છે. તો બીજી તરફ કોસ્ટલ આંધ્રપ્રદેશ, પુડુચેરી, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, કેરળ, બિહાર અને પશ્ર્ચિમ બંગાળમાં લોકોની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. પૂર્વ મયપ્રદેશમાં આજે રાત્રે તાપમાન ખૂબ ઉંચુ રહેવાની શક્યતા છે. રાત્રે ઉંચુ તાપમાન ખતરનાક માનવામાં આવે છે કારણ કે શરીરને ઠંડુ થવાની તક મળતી નથી.