ગોધરા, પંચમહાલ-ગોધરા રેન્જના પંચમહાલ, દાહોદ તેમજ મહિસાગર જીલ્લાના અરજદારોને જણાવવાનું કે, પોલીસ વિભાગને લગતી પોતાની રજુઆત કરવા માગતા હોય તેઓની રજુઆત હોય તો તેઓ લેખિતમાં અરજી આપીને રજુઆત કરવી અને તે રજુઆતને રૂબરૂમાં સાંભળી ચર્ચા કરી તેનુ યોગ્ય નિરાકરણ થાય તે સારૂ રાજેન્દ્ર અસારી, નાયબ પોલીસ મહાનિરીક્ષક, પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરાનાઓના અધ્યક્ષ સ્થાને તા.31/08/2023 ના રોજ કલાક 11:00 વાગ્યે પોલીસ હેડ કવાર્ટર પંચમહાલ-ગોધરા ખાતે સંયુકત લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી તમામ અરજદારો એ હાજર રહેવા આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ દ્વારા જણાવ્યું છે.