- નાગરિકો 13 એપ્રિલ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજીઓ મોકલી શકશે.
ગોધરા,પંચમહાલ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યકમ તા.ર7/04/2023ને ચોથા ગુરૂવારે રોજ સવારના 11.00 કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે. સંબધકર્તા નાગરિકોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ર્નો લેખિતમાં તા.13/04/2023 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા રજુ કરવાના રહેશે. અરજી ઉપર “જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તા.13/04/2023 સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેવા પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે તેની સ્પષ્ટતા નીચે મુજબ છે.
(1) લાંબા સમયના જ પડતર પ્રશ્ર્નો અંગે જ અરજી કરવાની રહેશે.
(2)જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં, ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ર્ન હોય ત્યાં અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય
(3)જિલ્લા કક્ષાનો પ્રશ્ર્ન હોય તો જિલ્લાના જવાબદાર અધિકારીને કરેલ રજૂઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.
(4)આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્ર્નોનો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ કોર્ટ મેટર થયેલ ન હોય તેવા જ પ્રશ્ર્નો હોવા જોઈએ
(5) આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્ર્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ.
(6) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકશે નહિ તેમ જન સંપર્ક અધિકારી ટુ કલેકટર પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.