
મહીસાગર, આગામી તારીખ 21મી જૂન, 2023ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
જેમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરએ જણાવ્યું હતું કે, 21 મી જુન નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખુબ જ ભવ્ય રીતે અને વિશાળ જનસમુહને સાથે રાખી થવાની છે. એવામાં મહીસાગર જીલ્લામાં જીલ્લા કક્ષાની આતરરાષ્ટ્રીય વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી સારી રીતે થાય તેવું આયોજન કરવા દરેક વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં 21 જુને વધુમાં વધુ લોકો આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે તે પ્રમાણેનું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક આર.પી. બારોટ, અધિક નિવાસી કલેકટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.