આગામી બે વર્ષમાં આતંકીઓનો સફાયો થશે : કાશ્મીર ખીણમાં ૧૩ જિલ્લામાં માત્ર ૮૧ આતંકીઓ સક્રિય

શ્રીનગર,

કાશ્મીરના એડીજીપી વિજયકુમારે જણાવ્યું હતું કે, અહીંના ૩ જિલ્લાઓમાં હાલમાં એક પણ આતંકી સક્રિય નથી. બે મુખ્ય આતંકી સંગઠનો – લશ્કર-એ-તૈયબ (એલઇટી) અને જૈશ-એ-મોહમ્મદ (જેએમ) પૂર્ણત: નેતૃત્વ હીન બની ગયા છે. બંને આતંકી સંગઠનો પાસે કોઈ કમાન્ડર નથી.

એડીજીપીએ કહ્યું કાશ્મીરનાં બાંદીપોર, કુપવાડા અને ગાંદરબારમાં હવે એક પણ આતંકી સક્રિય નથી રહ્યો. આ ખીણ પ્રદેશમાં ૧૩ જિલ્લા આવેલા છે. તેમાં ૮૧ આતંકીઓ સક્રીય છે, જેમાં ૨૯ સ્થાનિક છે જ્યારે બાવન વિદેશી મૂળ (પાકિસ્તાન)ના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જયારે આતંકીઓને રોકવાની વાત આવે છે ત્યારે સલામતી દળોનું પલ્લુ ભારે રહ્યું છે. અમે નજીકનાં ભવિષ્યમાં જ આતંકીઓની સંખ્યા ૫૦ થી ઘટાડવા કાર્યરત છીએ. અમોને આશા છે કે આગામી બે વર્ષમાં કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો થઈ જશે. આ સાથે અધિકારીઓએ કહ્યું કે હીઝબ-ઉલ-મુજાહિદ્દીનનો સરદાર ફારૂક નલ્લી ૨૦૧૫થી એક માત્ર સક્રિય કમાન્ડર છે. તે અમારા રડાર ઉપર છે.

હાઇબ્રીડ આતંકીઓ અંગે સલામતી દળોએ કહ્યું કે તે એ પ્રકારના આતંકીઓ છે કે જેમને ઓન લાઇન કટ્ટરપંથી બનાવાય છે, અને તેઓને જાણીતી કે નજાણીતી તેવી એક બે વ્યક્તિને મારવા પિસ્તોલ અપાય છે. આવા હાઇબ્રીડ આતંકીઓ મોટેભાગે દક્ષિણ કાશ્મીરમાં છે. તેઓ પુલવામા શોપિયા, ફુલગામ અને અનંતનાગ જિલ્લામાં છુપાયેલા છે. આ આતંકીઓ હવે એક મોલ્ડયુલમાં કામ કરી રહ્યા છે. તેમને કોઈ એક નિશ્ર્ચિત વ્યક્તિને મારવા માટે સૂચના અપાય છે. અમે આ વર્ષે ૧૧૯ મોડયુલનો ભંડાફોડ કરી નાખ્યો છે.

એડીજીપીએ વધુમાં કહ્યું હતું કે ઉગ્રવાદીઓની એક ચોથી ક્તાર પણ છે. જેને અમે સંભવિત આતંકવાદી તરીકે વર્ગીકૃત કરીએ છીએ. તે એવા કટ્ટરપંથી છે કે જેઓ તાજેતરમાં જ આતંકવાદી રેક્ધમાં સામેલ થયા છે અથવા સામેલ થવાના છે, પરંતુ હજી સુધી તેમણે કોઈ આતંકી કૃત્ય કર્યું નથી. એડીજીપી- એડીશનલ ડીરેકટર જનરલ ઓફ પોલીસનાં આ કથનો અંગે નિરીક્ષકો જણાવે છે કે, જેને સલામતી દળો અંગે જે કહેવું હોય તે કહે પરંતુ આ કથનો સ્પષ્ટ કરે છે કે, સલામતી દળોનું જાસૂસી તંત્ર કેટલી હદે તૈયાર છે કે જે સંભવિત આતંકીઓ અંગે પણ પૂરી માહિતી ધરાવે છે અને આતંકીઓના સ્થાન તેમના કમાન્ડર્સ તથા તેમના મોડયુલ્સની પણ પૂરી.