આગામી બોર્ડની પરીક્ષા ઓને લઈને પંચમહાલ જીલ્લામાં ખંડ નિરીક્ષકની તાલીમ યોજાઈ

ગોધરા,બોર્ડની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.11 થી 26 માર્ચ, 2024 દરમિયાન ધોરણ 10 અને 12 (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની જાહેર પરીક્ષા યોજાનાર છે.

બોર્ડની પરીક્ષા ઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ખંડ નિરીક્ષકની તાલીમ યોજાઈ હતી. જીલ્લામાં તમામ તાલુકા લેવલ પર ખંડ નિરીક્ષકની તાલીમનું આયોજન જીલ્લા શિક્ષણાધિકારી કચેરી,પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખંડ નિરીક્ષકને પરીક્ષા દરમિયાન કરવાની થતી કામગીરી તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષાની અસરકારક, આયોજનબદ્ધ અને સમયમર્યાદામાં પરીક્ષા આપી શકે તેવા આશય સાથે તેમને મુંઝવતા પ્રશ્ર્નો અંગે માર્ગદર્શિત કરવા સહિત 144ના જાહેરનામાં સબંધિત તાલીમનું આયોજન કરાયું હતું.