- આંગણવાડી કેન્દ્રમાંથી ૫૦ કિ.ગ્રા. વજનના ચોખાના ૩ કટ્ટા,ધાતુના બે ડબ્બા, એમ.એમ.વાય.ના લાભાર્થીઓને આપવાના તેલના ૮ નંગ પાઉચ તેમજ ગેસના બોટલ સહિત રૂ.૧૨ હજારની મત્તાની ચોરી કરી
- ત્રણ દિવસમાં સોસાયટીના બે બંધ મકાનો અને આંગણવાડી કેન્દ્રમાં થઈ ચોરી.
શહેરા શહેરા નગરની આંગણવાડી કેન્દ્ર નં.૭માં અજાણ્યા ચોરોએ નિશાન બનાવી ને ચોખા ,તેલ સહિત કુલ મળીને રૂપિયા ૧૨ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.પોલીસ સ્ટેશન ખાતે આંગણવાડી કાર્યકરે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી.જોકે પોલીસ સ્ટેશન થી 150 મીટરના અંતરે આવેલી આંગણવાડી કેન્દ્રમાં ચોરી કરીને ચોરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય એમ કહીએ તો નવા નહી,ત્રણ દિવસમાં સોસાયટીના બે બંધ મકાનો અને આંગણવાડી કેન્દ્રમાં થઈ ચોરી.
શહેરા નગરમાં ચોર ટુકડી ધીમે ધીમે સક્રિય થઈ થઈ રહી છે. ત્રણ દિવસમાં બે બંધ મકાન અને એક આંગણવાડી કેન્દ્રને નિશાન બનાવીને ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો, જ્યારે તાલુકા ના મુખ્ય પોલીસ મથકથી 150 મીટરના અંતરે આવેલી કુવા ફળીયા આંગણવાડી કેન્દ્ર નંબર-૭ ને રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી આંગણવાડી કેન્દ્ર નું મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી આંગણકેન્દ્રમાં મુકેલ તિજોરીમાં રહેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.આંગણવાડી કેન્દ્રમાંથી ૫૦ કિ.ગ્રા. વજનના ચોખાના ૩ કટ્ટા,ધાતુના બે ડબ્બા, એમ.એમ.વાય.ના લાભાર્થીઓને આપવાના તેલના ૮ નંગ પાઉચ તેમજ ગેસના બોટલ સહિત રૂ.૧૨ હજારની મત્તાની ચોરી કરી ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર રંજનબેન મકવાણાને થતાં તેઓએ સમગ્ર બાબતની જાણ સુપર વાયઝર રમીલાબેન માછી અને સી.ડી.પી.ઓ. સુમનબેન પટેલને કરતા તેઓ આંગણવાડી કેન્દ્રમાં પહોંચ્યા હતા,જ્યાં બનાવની હકીકતથી વાકેફ થતાં આંગણવાડી કાર્યકર રંજનબેનને પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપતા રંજનબેન મકવાણાએ શહેરા પોલીસ મથકે પહોંચી સમગ્ર બાબતે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી. નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ ચોર ટુકડી સક્રિય થઈ છે. ત્યારે પોલીસ દ્વારા ચોરીની બનતી ઘટનાઓ અટકે તે માટે હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે…..