આદીવાસી ટીમલીના ગાયક કલાકાર ભાવેશ ખાંટ પણ આવ્યા વિધવા અને દિવ્યાંગ મહિલાના ઘરની મદદમાં

દાહોદ,

કદવાલના ગામના મોટા ફળિયામાં રહેતા વિધવા અને દિવ્યાંગ મહિલા ઇન્દિરાબેન દિનેશભાઈ ડામોર છેલ્લા ઘણા સમયથી નાની એવી ઝૂંપડીમાં પોતાનું જીવન ગુજારતા હતા. પતિનું મરણ થયાં પછી પોતાનું ગુજરાંત ચલાવવું થોડું અઘરૂં બન્યું હતું. ત્યારે સામાજીક કાર્યકર્તા વિક્રમ ડામોરે આ વાતની જાણ તેમના મિત્ર મનસુખભાઇ ભીલ અને સચિન ભીલને જણાવતા આ ત્રણે મિત્રોએ મળીને આ મુહિમ ઉપાડી હતી.

આ ઘર સોશીયલ મિડીયાના માધ્યમથી અને ગામ લોકોના સહયોગ થી બની રહ્યું છે. ત્યારે આ મહિલાની મદદ માટે ટીમલીના ગાયક કલાકાર ભાવેશ ખાંટ પણ તેમના મિત્રો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બીજા લોકોને પણ મદદ માટે અપીલ કરી હતી.