આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર ખાતે પાંચ દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

સંતરામપુર,

સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 1 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધી યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દિવ્યાબેન દરજીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું અને શિથિલિકરણ, આસનો, પ્રાણાયામ થી થતા લાભ વિશે માહિતી આપી. આ કાર્યક્રમનાં સમાપન સત્રમાં કોલેજના આચાર્ય ડો. અભય પરમાર અને NACCના કોઓર્ડિનેટર દેવરાજ નંદા દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા અને આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા બદલ સર્વેનો હ્રદય પૂર્વક આભાર માન્યો.