સંતરામપુર,
આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુરમાં આજથી તા-28 /11/22 થી 1/12/22 ચાર દિવસનો ઈન્ટર કોલેજ પેઈન્ટીંગ વર્કશોપ શરૂ થયો. આ વર્કશોપમાં ખ્યાતનામ ચિત્રકાર બિપિન પટેલ (છાંયણ) તેમજ જય ગોહિલ(સુરત) થી પધાર્યા છે. જેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આજે આ શિબિરના ઉદ્દઘાટન સમારોહમાં ચિત્રકાર બિપિન પટેલે જણાવ્યું કે, આજે સરકાર ચિત્રની કોલેજો બંધ કરી રહી છે. સમાજ કલા પ્રત્યે નીરસ છે, ત્યારે સાચા અર્થમાં કલાને લોકો સમક્ષ મુકવી. એ મારો ઉદ્દેશ છે. લોકોને કલા તરફ અભિમુખ કરવા, માત્ર પૈસો જ સુખ નથી આપતો. બહુ ઓછા લોકો ગમતું જવન જીવતા હોય છે. આ પ્રસંગે સુરત થી પધારેલા જય ગોહિલે જણાવ્યું કે, કલાને માણવા માટેનો માહોલ અહીં છે. વિદ્યાર્થીઓ પોતાની કલ્પનાને કાગળ પર કંડારે, કલાને માણે, કલાનો અહીં ખજાનો છે. આ શિબિરમાં વિદ્યાર્થીઓને અલગ અલગ થીમ પર ચિત્ર દોરવાની તાલીમ આપવામાં આવછે. તેમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પસંદ કરી આગળ મોકલવામાં આવશે. આજના ઉદ્દઘાટન કાર્યક્રમમાં પ્રો.મુકેશભાઈ ભટ્ટ સંચાલન કર્યું. પ્રો.દીપ્તિ મેડમે આભાર વિધિ કરી હતી.