સંતરામપુર,
આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર મુકામે તા.26 નવેમ્બર 2022 ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોલેજમાં વિદ્યાર્થીઓએ ભારતીય બંધારણના આમુખનું તેમજ મૂળભુત ફરજોનું વાંચન કર્યું હતુ. એ.જી. ઠાકોરે બંધારણ દિવસનો ઇતિહાસ શ્રોતાઓ સમક્ષ રજુ કરતાં જણાવ્યું હતું કે, આજના દિવસે બંધારણ સભાના સભ્યોએ બંધારણમાં સહી કરી દેશવાસીઓ સમક્ષ મૂક્યું હતું. બંધારણમાં નિર્દેશિત મૂલ્યો અને ડો.બાબા સાહેબ આંબેડકર ના જીવન મૂલ્યોનો પ્રચાર પ્રસાર કરવા ભારત સરકારે 2015 થી બંધારણ દિવસ ઉજવવાની શરૂઆત કરી. જે ડો.બાબા સાહેબની 125મી જન્મ જયંતીનું વર્ષ હતું. પ્રિ.ડો.અભય પરમાર પણ આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો.વિનોદભાઈ વણકરે કર્યું તેમજ આભાર વિધિ મુકેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી.