
મોરવા(હ),
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ આદિવાસી આશ્રમ શાળા રમતોસ્તવનું આયોજન જેવી કે, 100મીટર, રસ્સા ખેચ, કબડ્ડી, ગોળાફેક વગેરે જેવી રમતો આયોજન કર્યું હતું. તેમાં વિવિધ પ્રકારની રમતો વિજેતાઓને પ્રાથમિક શાળા, તાલુકા ઘટસંઘ ખજાનચી ખાતુભાઈ પારગી, રેફરી અતુલભાઈ, પ્રદિપ ઠાકોર, રાકેશ પટેલ, સાજન ભાગોર, પરેશ નિરૂલા, કૌશિક પટેલ સાહિત્ય કાર વરદ હસ્તે એનાયત કર્યા હતા. તેમજ વિજેતા ટીમો તેમજ હરીફાઈમાં ઉતરેલી હાર અને જીત ભાગલેનાર રમતવીરોને નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ હાર્દીક અભિનંદન સાથે શુભ કામના પાઠવ્યા. અતિસુંદર રમતોસ્તવ ઉજવણી કરવા બદલ આશ્રમ શાળા પરિવારને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.