આદિવાસીઓની દિવાળી એટલે વિશ્વ આદિવાસી દિવસ: ગોધરામાં આન,બાન અને શાનથી વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી.

  • શહેરના રાજ માર્ગો ઉપરથી સૌમ્ય,શિસ્તબદ્ધ, એકતા સાથે ડી.જ. અને દેશી ઢોલ અને શરણાઈના તાલે મહા વિશાળ રેલી કાઢવામાં આવી.

આજે ગોધરામાં આદિવાસી વિકાસ ફાઉન્ડેશન,ગોધરા નાં નેજા હેઠળ આન, બાન અને શાનથી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી આદિવાસીઓ દ્વારા કરવામાં આવી. ગોધરા શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં વસતા આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, બાળકો સૌ કોઈ ગોધરા શહેરનાં સાંપા રોડ ઉપર આવેલી ભક્તિ નગર પાછળ સત કેવલ મંદિરના મેદાનમાં એકત્ર થયા હતા. જેમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી સમાજના ઉજ્જવળ કારકિર્દીના બીજ રોપનારા આદિવાસી ગણ નાયકો ભગવાન બિરસા મુંડા, શ્રી ગુરૂ ગોવિંદ, રાણા પૂંજા ભીલ તેમજ અનેક પ્રતિભાઓને યાદ કરવામાં આવ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી વિકાસ ફાઉન્ડેશન, ગોધરાના પ્રમુખ ડો. કનુભાઈ ચંદાણા,આદિવાસી એકટીવિસ્ટ પ્રવીણભાઈ પારગી સમગ્ર સમારંભનાં અધ્યક્ષ ડો.મહેશભાઈ રાઠવા(શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ટ્રાઈબલ ચેરના કન્વિનર)દેવજીભાઈ ડામોર, પ્રો.હરી પ્રસાદ કમોલ, નાથુભાઈ તડવી સહિત અનેક મહાનુભાવો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ આદિવાસી દિવસને ભવ્ય બનાવ્યો હતો.

કાર્યક્રમમાં દયાળ મુખ્ય પ્રાથમિક શાળા અને દરૂણીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના,સ્વાગત ગીત તેમજ આદિવાસી લોક નૃત્યો રજૂ કર્યા હતા. ત્યાર બાદ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ગોધરા શહેરના સાંપા રોડ ભક્તિ નગર સત કેવલ મંદિરની બાજુમાં આવેલા વિશાળ મેદાન થી મહા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે રેલી લુણાવાડા રોડ, ભુરાવાવ ચાર રસ્તા, બસ સ્ટેન્ડ, ગાંધી પેટ્રોલ પંપ, બામરોલી રોડ થઈ વાવડી બૂજર્ગ વિસ્તારમાં આવેલી સત્યમ કો.ઓ.સોસાયટીના મેદાન ખાતે પૂર્ણ થઈ હતી. આદિવાસીઓની મહારેલી ગોધરા શહેરના રાજમાર્ગો ઉપરથી આન, બાન અને શાનથી નીકળી ત્યારે આદિવાસીઓની સૌમ્યતા, શિસ્તબદ્ધ,એકતાનાં દર્શન નગરજનોને થવા પામ્યા હતા. સમગ્ર રૂટ ઉપર પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા તમામ મહાનુભાવો દ્વારા આદિવાસી સમાજને જાગૃત કરવાની અને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. સમાજમાં પ્રવર્તતા સામજિક કુરિવાજો જેવા કે દહેજ પ્રથા, દારૂ પ્રથા, ડી.જે.અંધ વિશ્વાસ દૂર કરી માત્ર આગામી સમયમાં શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી ઉપર ધ્યાન આપવા જણાવ્યું હતું. સમાજમાં તાજેતરમાં જ ધો.10,12,ગ્રેજ્યુએટ, તબીબી શિક્ષણ, આયુર્વેદિક શિક્ષણ,ઇન્ફર મેશન ટેકનોલોજી, પી.એચ.ડી. થયેલા તેમજ આઇ.પી.એસ,આઇ. એ.એસ.તેમજ વિવિધ ટોપ કેડરની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને તેજસ્વી તારલાઓનું પ્રમાણપત્ર, ટ્રોફી આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રીમ ભૂમિકા ભજવતા લોકોનું આદિવાસી ગમછા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધગામોના સરપંચ, તાલુકા જિલ્લા સદસ્યો, રાજકારણી, અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહારેલીનું દરેક જગ્યા ઉપર વિવિધ રાજકીય પાર્ટીઓ, સામજિક સંગઠનો, સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સભા સ્થળ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા સર્વ રોગ, આયુર્વેદ, ક્ષય નિવારણ કેન્દ્ર, એલોપેથીક નિદાન ચિકિત્સા કેમ્પ, પ્રેસા ડેન્ટલ કેર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.દે.બારીઆ શહેરમાંં વિશ્વ આદિવાસી દિવસને લઈને રેલીનુંં આયોજન કરાયું