- સંજેલીમાં આદિવાસી સમાજમાં dj પર પ્રતિબંધની મુહિમમાં સહભાગી બનેલા શિક્ષકો ખુદ DJ ના તાલે ઝૂમતા દેખાયા.
- દુષણ દુર કરવાની જગ્યાએ પ્રોત્સાહન આપતાં શિક્ષણ જગતના ગુરૂઓ..
દાહોદ,દાહોદમાં આદિવાસી સમાજમાંથી ખોટી ખોટી પ્રથાઓ બંધ કરવા માટે મુહીમ ઉપાડી હતી. જેમાં ખાસ ભાર લગ્ન પ્રસંગના મામલાઓને લઈને મુકવામાં આવ્યો હતો. તાજેતરમાં સંજેલી ખાતે રેન્જ આઇજી નિવૃત આઈપીએસ અધિકારીઓ ડોક્ટરો અને ખાસ કરીને શિક્ષણ જગતના ગુરૂઓ પણ જોડાયેલા હતા અને ગામડે ગામડે રથ ફેરવી આદિવાસી સમાજમાંથી ડીજે દારૂ જેવા દુષણોને ડામવા માટે જાગૃકતા ફેલાવાય રહી છે. પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. તે પણ સંજેલી માંથી જ સામે આવી રહ્યા છે.
બિરસા મુંડા ભવન દાહોદ ભીલ સમુદાય દ્વારા ડીજે, દારૂ, દેવુ, દહેજ બંધ કરાવવા સૂચનો છતાં સંજેલી નગરમાં ચૂંટણીમાં વિજય થયા બાદ જીતના ઉન્માદમાં ચકનાચૂર બનેલા શિક્ષકોએ ગુજરાતી ટીમલી, ડોબા તારૂં સેંગડું, પ્રીત ઉપર ઘા કરી છેતર્યો મને, ના ટીમલી ગીતો વગાડી ફટાકડા ફોડી રાત્રિના 12 વાગ્યા સુધી શિક્ષકોએ ડીજે ના તાલે મોજમાં ને મોજમાં હાથમાં ફટાકડા લઇ વિજેતા ઉમેદવારોને વરરાજાની જેમ ખભા ઉપર ચડાવીને ડાન્સ કર્યો હતો. તેઓ ભૂલી ગયા હતા કે તાજેતરમાં આ બધી કુટેવો માંથી આદિવાસી સમાજને બહાર લાવવા માટે જે મુહિમ શરૂ કરવામાં આવી છે. તે મુહિમમાં તેઓ પણ સહભાગી બન્યા છે. પરંતુ શિક્ષકો જીતના ઉન્માદ એટલા હદે ખોવાઈ ગયા કે તેઓ પોતે ભૂલી ગયા કે જે દુષણને સમાજ માંથી દૂર કરવાની જવાબદારી તેમના ઉપર સોંપવામાં આવી છે. તેજ દુષણને તેઓ પ્રોત્સાહન આપી રહ્યા છે. આ કેટલા અંશે યોગ્ય? શિક્ષકો પર કાર્યવાહી થશે કે કેમ? દાહોદ, પંચમહાલ, મહીસાગર જીલ્લોએ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો છે. એવું માનવામાં આવે છે કે, શિક્ષક સમાજનો સુધારક છે છતાં ડીજે બંધ કરવાને બદલે ડીજેના તાલે ધૂમ મચાવતા શિક્ષકો જોવા મળતા સંજેલી નગરમાં ચારેકોર ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. એક બાજુ ભીલ સમુદાય દહેજ ડીજે દારૂ જેવી દુષણની પ્રથાઓને બંધ કરાવવા માટે અભિયાન રૂપે ચલાવી રહ્યા છે. જેમાં ગામના આગેવાનો, સરપંચો, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે અને ડીજે દારૂ દહેજ જેવી પ્રથાઓને જડ મુળ માંથી ઉખેડી ફેંકવાનું બીડુ ઉપાડી લેવાયું છે. છતાંય નાચવાનો શોક રાખતા શિક્ષણ જગતના ગુરૂઓ ડીજેના તાલે મોડી રાત્ર સુધી હાથમાં ફટાકડા લઈ એક બીજાના ખભા પર ચડી વરરાજાને ઊંચકી લાવ્યા હોય તેમ ખભા ઉપર ચડાવીને નાચતા શિક્ષકો જોવા મળ્યા. શું આ શિક્ષકો ડીજે ચાલુ કરાવવા માંગે છે કે બંધ કરવા તે સમજવુ પડશે. સમાજમાં ચાલતી પશ્ચિમની સંસ્કૃતિને ડામી વર્ષોથી ચાલી આવતી પ્રથાઓ બંધ કરાવી સમાજને સાચે રસ્તે લાવવા માંગતા હોય ત્યારે આવા સમાજના મોભીઓ ગણી શકાય તેવા શિક્ષકો જ નિયમોની એસી કી તેસી કરી રહ્યા છે. જોકે, આદિવાસી સમાજ માંથી આવા પ્રકારના દુષણો દુર કરવાની મુહીમ ચાલતી હોય અને જેમાં શિક્ષણ જગતના ગુરૂઓ જ આવા નિયમોને નેવે મુકી અને આદિવાસી સમાજમાં આ પ્રકારના સંદેશાઓ મોકલતા હોય તો પેલી કહેવત સાચી સાબીત થઈ રહી છે. ઉજ્જડ ગામમાં બાજે ઢોલ નિર્જન સ્થળે જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી તે આ કહેવતનું ઉદાહરણ છે. જેમાં આંગળી પકડીને દુનિયા બતાવતા શિક્ષણ ગુરૂઓજ સમાજના નિયમોને ઘોળીને પી ગયા છે. તેમ તો હાલ આ વીડિયોમાં પ્રસ્થાપિત થઈ રહ્યો છે.