આદિત્ય-અનન્યા વિક્રમાદિત્ય મોટવાણીના પ્રોડક્શન હાઉસમાંથી એક્સાથે બહાર આવ્યા

તાજેતરમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર મુંબઈના એક પ્રોડક્શન હાઉસની બહાર સાથે જોવા મળ્યા હતા.જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વાસ્તવમાં, પાપારાઝીની વિનંતી પછી, બંને કેમેરાની સામે પોઝ આપવા માટે રાજી થયા. પરંતુ, બંને એક પછી એક કેમેરાની સામે આવ્યા અને પોઝ આપ્યા. બિલ્ડિંગની બહાર નીકળીને કાર તરફ જતી વખતે અનન્યા સતત શરમાતી હતી.

આ દરમિયાન અનન્યા સફેદ સ્વેટશર્ટ અને જીન્સમાં જોવા મળી હતી જ્યારે આદિત્ય રોય કપૂર સફેદ શર્ટ અને કેઝ્યુઅલ પેન્ટમાં જોવા મળ્યો હતો. બિલ્ડીંગની બહાર નીકળ્યા બાદ બંને અલગ-અલગ વાહનોમાં ગયા હતા.

રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય અને અનન્યા ફિલ્મમેકર વિક્રમાદિત્ય મોટવાણીના પ્રોડક્શન હાઉસમાં ગયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આદિત્ય-અનન્યા કોઈ પ્રોજેક્ટમાં સાથે જોવા મળી શકે છે.

ગયા વર્ષે ક્રિતિ સેનનની દિવાળી પાર્ટીમાંથી બહાર નીકળ્યા બાદ આદિત્ય-અનન્યા પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. ત્યારથી, આદિત્ય-અનન્યા ઘણી વખત એરપોર્ટ અને મુંબઈમાં સાથે ફરતા જોવા મળ્યા છે.

ગયા વર્ષથી બંનેના ડેટિંગની અફવા છે. જોકે, બંનેમાંથી કોઈએ અત્યાર સુધી પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ખુલીને વાત કરી નથી. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથે પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરતી વખતે અનન્યા પાંડેએ કહ્યું હતું,’લોકો જાણવા માંગે છે કે હું કોને ડેટ કરી રહી છે, તેમની ઉત્સુકતા જોઈને સારું લાગે છે’.

તાજેતરમાં અનન્યા પાંડે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ માં જોવા મળી હતી. આ ફિલ્મે ભારતમાં બોક્સ ઓફિસ પર લગભગ 103.34 કરોડ રૂપિયાની કમાણી કરી છે.