
મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના ટ્વીટના કારણે તે ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં બોલિવૂડ ફિલ્મ આદિપુરુષને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ લિસ્ટમાં સેહવાગનું નામ પણ જોડાઈ ગયું છે. ફિલ્મ જોયા પછી, ભૂતપૂર્વ ઓપનરે, સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયા આપતા, કંઈક લખ્યું જે ફિલ્મ નિર્માતાઓને ડંખ મારી શકે છે.
ટીમ ઈન્ડિયાનો પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ સતત પોતાના મજેદાર ટ્વિટ્સને કારણે ચર્ચામાં રહે છે.તેણે બોલિવૂડની વિવાદાસ્પદ ફિલ્મ ‘આદિપુરુષ’ પર ટ્વિટ કર્યું, જે જોતા જ વાયરલ થઈ ગઈ. આદિપુરુષ ફિલ્મ રામાયણ પર આધારિત છે જેમાં વિવાદાસ્પદ ડાયલોગને કારણે વિવાદ ઉભો થયો છે. ફિલ્મમાં પ્રભાસે રામનું પાત્ર ભજવ્યું છે જ્યારે અભિનેત્રી કૃતિ સેનન સીતા માતાનું પાત્ર ભજવી રહી છે.
વીરેન્દ્ર સહેવાગે ટ્વિટ પર ફિલ્મ આદિપુરુષને લઈ એક ટ્વિટ કર્યું છે. તેમણે આ ટ્વિટને પ્રભાસની સુપર ડુપર હિટ ફિલ્મ બાહુબલી સાથે જોડી છે. તેમણે ટ્વિટમાં લખ્યું આદિપુરુષ જોઈ ખબર પડી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો. આ પોસ્ટની સાથે તેમણે સ્માઈલી ઈમોજી પણ યુઝ કરી છે.
સહેવાગ દ્વારા કરવામાં આવેલું આ ટ્વિટ વિવાદ ઉભો કરી શકે છે. પહેલાથી જ વિવાદિત ડાયલોગના કારણે અનેક જગ્યા પર ફિલ્મે લઈ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ૬૦૦ કરોડમાં આ ફિલ્મને બનાવવામાં આવી છે અને છેલ્લા અઠવાડિયામાં સારું કલેક્શન કર્યા બાદ આ ફિલ્મ નબળી પડી રહી છે. હવે સહેવાગ જેવી મોટી હસ્તીઓ આ ફિલ્મને લઈ નુક્સાન પહોંચાડી શકે છે.
આ ફિલ્મે ભારતમાં ૨૬૩.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ધ કેરલ સ્ટોરી પછી, આદિપુરુષ આ વર્ષે ૨૦૦ કરોડની ક્લબમાં પ્રવેશ કરનારી ત્રીજી ફિલ્મ બની છે. બીજી તરફ શાહરૂખ ખાનની પઠાણ નંબર વન પર યથાવત છે.