આધાર-પાન લિંન્કિગમાં ક્યારેય આવી ભૂલ ન કરતા, નહીં મળે 1 હજારનું રિફન્ડ.

  • આધાર-પાન લિંક કરાવતા સમયે ભારે પડી શકે છે સ્પેલિંગ મિસ્ટેક 
  • સ્પેલિંગ મિસ્ટેક પર પૈસા રિફંડ નથી કરવામાં આવતા
  • શું પાન-આધાર વિગતો ઓનલાઈન અપડેટ થશે? 

પાન કાર્ડ (Pan card) આજના સમયમાં દરેક નાણાકીય વ્યવહાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જો તમે ઈચ્છો છો કે તમારુ આ પાન કાર્ડ યોગ્ય રીતે કામ કરે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરુરી છે. પાનકાર્ડ ને આધાર કાર્ડ (Pan Aadhar Link) સાથે લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આ માટે 31 માર્ચ 2023ની તારીખ નક્કી કરવામાં આવી છે જો આ તારીખ સુધી આ કામ નહીં કરવામાં આવે તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. હાલ આ પેનલ્ટીની રકમ 1000 રૂપિયા છે. 

આધાર-પાન લિંક કરાવતા સમયે ભારે પડી શકે છે સ્પેલિંગ મિસ્ટેક 
ઈન્કમટેક્સ વિભાગ સોશિયલ મીડિયા અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સતત અપીલ કરી રહ્યું છે. હવે આ કામ માટે આવતા મહિનાની 31 તારીખ છેલ્લી તારીખ છે. એવામાં લોકો તેમના પાન અને આધાર લિંક કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. હાલ લોકો 1000 રૂપિયા પેનલ્ટી ભરીને તેમનું આધાર-પાન લિંક કરવી રહ્યા છે પણ આ પ્રોસેસમાં જો નામ કે અટકમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય છે તો 1000 રૂપિયા પરત કરવામાં આવતા નથી. 

સ્પેલિંગ મિસ્ટેક પર પૈસા રિફંડ નથી કરવામાં આવતા
આધાર-પાન લિંક કરાવવાની ઓનલાઈન પ્રોસેસમાં સૌથી મોટી ક્ષતિ એ છે કે 1000 રૂપિયા પેનલ્ટી ભર્યા બાદ સ્પેલિંગમાં મિસ્ટેક છે એ વિશે જાણ કરવામાં આવે છે અને એ બાદ પૈસા પણ રિફંડ નથી કરવામાં આવતા. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

કેટલાક લોકો સાથે આવી સમસ્યા ઊભી થાય છે કે તેઓ PAN ને આધાર સાથે લિંક કરવા જઈ રહ્યા છે પણ આ બંને દસ્તાવેજોમાં વિગતોમાં થોડી મિસમેચ છે, જેના કારણે લિંક નથી થઈ રહ્યું. કેટલીકવાર એવું પણ બને છે કે પાન અથવા આધાર કાર્ડ પર તમારું નામ, જન્મ તારીખ અથવા સરનામું ખોટી રીતે છાપવામાં આવ્યું છે જેને કારણે બંને લિંક નથી થઈ રહ્યા. 

શું પાન-આધાર વિગતો ઓનલાઈન અપડેટ થશે? 
તમે આધારકાર્ડની વિગત UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા) દ્વારા અને NSDL (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ) અથવા UTIITSL પર PAN કાર્ડની વિગતો ઑનલાઇન અપડેટ કરી શકો છો. આધારમાં, તમે આધાર ઓનલાઈન સેવા દ્વારા નામ, લિંગ, જન્મ તારીખ, સરનામું અને ભાષા ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ સિવાય તમે એનરોલમેન્ટ સેન્ટર અથવા આધાર સેવા કેન્દ્ર પર જઈને તમારો બાયોમેટ્રિક ડેટા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરી શકો છો.

PAN લિંક નહીં હોય તો નિષ્ક્રિય થઈ જશે
31 માર્ચ, 2023 સુધીમાં આધાર સાથે પાન લિંક કરવામાં નહી આવે તો   PAN આ તારીખ એટલે કે 31 માર્ચ પછી નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. આ સાથે સરકારે કહ્યું છે કે વર્તમાન સમયથી 31 માર્ચ સુધી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

સીબીડીટીના અધ્યક્ષે કહ્યું, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા અને આ સમયમર્યાદામાં પણ ઘણી વખત વધારો કરવામાં આવ્યો છે. જો આધારને નિર્ધારિત સમય સુધીમાં PAN સાથે લિંક કરવામાં નહીં આવે, તો તે વ્યક્તિને ટેક્સના લાભ મેળવી શકશે નહીં કારણ કે તેનું PAN માર્ચ પછી નિષ્ક્રિય થઈ જશે. 

પાનને આધાર સાથે કેવી રીતે જોડવું
– આવકવેરાની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in લોગ ઇન કરો
– ક્વિક લિંક્સ વિભાગમાં જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો
– તમારી સ્ક્રીન પર નવી વિન્ડો ખુલશે
– અહીં તમારો પાન નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર ભરો
– ‘I validate my Aadhar details’ નો વિકલ્પ પસંદ કરો
– તમને તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મળશે. તેને દાખલ કરો અને પછી ‘Validate’ પર ક્લિક કરો
– દંડ ભર્યા બાદ તમારું પાન અને આધાર લિંક થઇ જશે

કેવી રીતે ભરવો દંડ
– પાન-આધાર લિંક માટે આ પોર્ટલ પર જાઓ https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp 
– પાન-આધાર લીકિંગની વિનંતી માટે CHALLAN NO./ITNS 280 પર ક્લિક કરો અને Tax Applicable પસંદ કરો
– નેટબેન્કિંગ અથવા ડેબિટ કાર્ડથી ચુકવણીની પદ્ધતિ પસંદ કરો
– તમારો પાન નંબર દાખલ કરો અને એસેસમેન્ટ વર્ષ પસંદ કરો, પછી સરનામું દાખલ કરો
– છેલ્લે કેપ્ચા ભરો અનેProceed પર ક્લિક કરો