આ વર્ષે ટીવીના ૯ કલાકાર બોલીવૂડની ફિલ્મોમાં ધમાલ મચાવશે, શહેનાઝ ગિલથી લઇ શ્રદ્ધા આર્ય, પ્રિયંકા ચૌધરીના પણ નામ સામેલ

મુંબઇ,

બોલીવૂડ સ્ટાર્સનું નામ બહુ હોય છે જ્યારે. લોકોના દિલોમાં ટીવી કલાકારો વધુ રાજ કરે છે. તેઓ ઘરે-ઘરે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. જ્યારે આ કલાકારો બોલિવૂડમાં એન્ટ્રી કરે છે ત્યારે તેમની લોકપ્રિયતા ખૂબ જ વધી જાય છે. આવનારા દિવસોમાં ઘણા ટીવી કલાકારો બોલીવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. આવા એક બે નહીં પણ ૯ ટીવી કલાકારો બોલીવૂડમાં ધમાલ મચાવશે અને એક્શન કરતા જોવા મળશે.

આ સ્ટાર્સ ટીવીથી જમ્પ કરીને બોલિવૂડમાં જઈ રહ્યા છે. આ સ્ટાર્સ કોઈ નાની-મોટી ફિલ્મ નહીં પરંતુ મોટી ફિલ્મોનો ભાગ હશે. જેમાં દેબતમા સાહા, શહેનાઝ ગિલ, ’બિગ બોસ ૧૬’ની અંક્તિ ગુપ્તા. પ્રિયંકા ચૌધરીથી લઈને કુંડલી ભાગ્ય ફૅમ શ્રદ્ધા આર્યાના નામ પણ સામેલ છે.

સૌથી પહેલાં ’મિઠાઈ ફેમ એક્ટ્રેસ દેબતમા સાહાએ કાર્તિક આર્યનની ’શહેઝાદા ફિલ્મની સાથે બોલીવૂડ ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યનની બહેનના પાત્રમાં જોવા મળી. ફિલ્મ હાલ રિલીઝ થઈ ચુકી છે. જ્યારે પંજાબની કેટરીના તરીકે જાણીતી શહનાઝ ગિલ પાસે ત્રણ ફિલ્મો છે. પહેલી ક્સિી કા ભાઈ ક્સિી કી જાન, સલમાન ખાન સ્ટારર આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. બીજી રિયા કપૂર સાથે, ત્રીજી સાજિદ ખાન સાથે બનવાની છે.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ’બિગ બોસ ૧૬’ ફેમ અંક્તિ ગુપ્તા શાહરૂખ ખાનની ફિલ્મ ’ડંકી’નો ભાગ હશે. અંક્તિ, પ્રિયંકા ચૌધરી સાથે ઇલલીગલ ઇમિગ્રેશન સાથે ઝઝુમી રહેલા કપલનું પાત્ર ભજવશે. એટલે પ્રિયંકા ચહર ચૌધરી પણ ’ડંકી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં પ્રિયંકા રાજકુમાર હિરાનીની ઓફિસની બહાર દેખાઈ હતી. તેણી એક પંજાબી પાત્રની ભૂમિકા ભજવશે. જોકે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કુંડલી ભાગ્ય’ ફેમ શ્રદ્ધા આર્યા કરણ જોહરની ફિલ્મ ’રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી શકે છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, શાબાના આઝમી, રણબીર સિંહ અને આલિયા ભટ્ટ પણ હશે.અર્જુન બિજલાની અને શ્રૃતિ ઝા પણ તેમાં જોવા મળશે. આમ કરણે એક સાથે ત્રણ ટીવી કલાકારોને તક આપી છે. શ્રૃતિ પહેલીવાર બોલિવૂડની કોઈ મોટી ફિલ્મમાં જોવા મળશે.

જ્યારે અવનીત કૌરે ’ટીકુ વેડ્સ શેરુ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેણીનો કો-સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવવાની છે તેમજ આ ફિલ્મને કંગના રણૌત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

ઉપરાંત રિદ્ધિ ડોગરા સલમાન ખાન અને કેટરિના કૈફની ’ટાઈગર ૩’નો ભાગ છે. તેણી એક ડિટેક્ટીવની ભૂમિકા ભજવી રહી છે. રિપોર્ટ અનુસાર, તે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે એક સીનમાં જોવા મળશે.

સૃતિ ઝા પણ કરણ જોહરની ’રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’નો એક ભાગ છે. સૃતિ પહેલીવાર બોલિવૂડની કોઈ મોટી ફિલ્મમાં જોવા મળશે.