- ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરને નવી જવાબદારી મળી શકે છે.
નવીદિલ્હી,
કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં હાલ અસ્વસ્થતા જોવા મળી રહી છે. પાર્ટી હેડક્વાર્ટરથી લઈને પીએમઓસુધીની ઉચ્ચ સ્તરીય બેઠકોનો ધમધમાટ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલનો સંકેત આપે છે. સરકાર અને પક્ષના સૂત્રોનું કહેવું છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પુનર્ગઠન હશે.
આ જ ટીમ આ વર્ષે ૧૦ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણીમાં પાર્ટીનો મોર્ચો સંભાળશે. જેને લઈને માનવામાં આવી રહ્યું છે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુરને નવી દિલ્હીમાં મહત્વની જવાબદારી મળશે. આ જ રીતે ગુજરાત ચૂંટણીના રણનીતિકાર માનવામાં આવી રહેલા સીઆર પાટીલને દિલ્હીમાં મહત્વની ભૂમિકા મળી શકે છે.
સુત્રો અનુસાર હાલ નક્કી નથી કે તેમને સંગઠનમાં મહત્વપૂર્ણ પદ મળશે કે કેબિનેટ બનાવવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહ માટે પણ નવી જગ્યા શોધવામાં આવી રહી છે. કોણ હટશે, કોનો સમાવેશ થશે આ મુદ્દે પાર્ટીમાં મૌન જોવા મળી રહ્યું છે. બધા કહે છે કે આ વિશે ફક્ત એક જ વ્યક્તિ ( પીએમ મોદી) જાણે છે.
સામાન્ય ચૂંટણીની તૈયારીમાં જોડાયેલું ભાજપ ૨૦ જાન્યુઆરીથી ૪૩૬ લોક્સભાની સીટ પર કેન્દ્રીય મંત્રીઓ તહેનાત કરશે. મંત્રી ત્યાં રોટેશનના આધારે ત્રણ દિવસ રોકાશે અને કેન્દ્રીય મંત્રી યોજનાઓની સમીક્ષા કરશે. સૂત્રોનું કહેવું છે કે દરેક મંત્રીને ૭-૮ સીટની જવાબદારી સોંપવામાં આવશે. જાણકારી મેળવ્યા પછી લોક્સભા સીટ માટે એક ટ્વિટર હેન્ડલ બનાવી તેમાં ઓછામાં ઓછા ૫૦ હજાર ફોલોઅર્સ જોડવામાં આવશે. સોશિયલ મીડિયાના માયમથી યુવાનો, ધામક ગુરુ અને સમુદાય સાથે સંવાદ કરવામાં આવશે.
આ વર્ષે કર્ણાટક, મધ્યપ્રદેશ , છત્તીસગઢ, રાજસ્થાન, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં ચૂંટણી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આશા છે. પાર્ટી સામે આમાંથી ૬ રાજ્યોમાં સરકાર બનાવવાનો પડકાર છે. આવામાં મંત્રીમંડળમાં ત્યાંના નેતાઓને પ્રતિનિધિત્વ આપવાનું જોર રહેશે. એક પૂર્વ મંત્રીએ ઈશારો કર્યો છે કે, ગુજરાત ચૂંટણી પહેલા ત્યાં સંપૂર્ણ ટીમને નીચોડવામાં આવી હતી જેનું સારું પરિણામ આવ્યું. આથી માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મોટા ફેરફાર કરવામાં આવી શકે છે.સંગઠનમાં અનુભવી, ચતૂર નેતાઓનો અભાવ. આથી ઓછામાં ઓછા ત્રણ કેબિનેટ મંત્રીને સંગઠનમાં સામેલ કરવામાં આવી શકે છે એક પૂર્વ બ્યુરોક્રેટ કેબિનેટ મંત્રીને પદ પરથી હટાવવાનું અનુમાન મહિલા પ્રતિનિધિત્વ વધશે કર્ણાટક, મધ્યપ્રદેશ-છત્તીસગઢ, રાજસ્થાનમાંથી પણ પ્રતિનિધિત્વ વધે તેવી શકયતા છે. ૫ મંત્રીઓનો વધારાનો ચાર્જ ઘટાડી શકાય છે. ઓબીસી, એસસી અને એસટીને પ્રાધાન્ય આપવામાં આવશે. હિમાચલ-દિલ્હી ચૂંટણીમાં હારની અસર દેખાશે
એ યાદ રહે કે રાષ્ટ્રીય કાર્યકરણી બેઠક ૧૬-૧૭ જાન્યુઆરીએ છે. ૨૩ જાન્યુઆરીના રોજ નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી છે. આવામાં નવી ટીમ ૧૮થી ૨૫ જાન્યુઆરી વચ્ચે બની શકે છે.