આ લોકો મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા ફાડે છે, આ પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે

નર્મદા, ભરૂચ લોક્સભાના બીજેપીના ઉમેદવાર મનસુખ વસાવાએ આજથી ડેડીયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જંગી સભાને સંબોધતા મનસુખ વસાવાએ આપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે, આ પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે. તેવી ચીમકી પણ તેમને ઉચારી હતી.

ચૈતર વસાવા પર સીધા પ્રહાર કરતા મનસુખ વસાવાએ જણાવ્યું કે ભરૂચ અને ભાવનગરમાં એમના જેવા ગુંડા લોકોને ઉતાર્યા છે એટલે પોસ્ટરો જ ફાડેને બીજું શું કરે. જો કોઈ સીધી રીતે કામ ના કર્યું હોય તો કોઈ અધિકારીઓને મે ગાળો દીધી હશે, હું સીધો સાદો માણસ છું, પણ કામ ના કરે તો બોલવી પડે. અધિકારીઓ જે ભાષામાં સમજે અમારે સમજવવું પડે છે, ભાજપના સરપંચો સારું કામ કરે છે, પણ આપ ના સરપંચોને તેઓએ ચેતવણી આપી આપના સરપંચોને કહ્યું કે હું ધમકી નથી પણ ૩ મહિના પછી મારો જ સમય છે, સમજી વિચારીને આપ પાર્ટીમાં કુદમ કુદ કરજો.

તેમણે ઉમેર્યું હતું કે, આપ પાર્ટીના સરપંચો સરકાર વિરોધના કૃત્યો કરો છો સમય આવશે તો અમે છોડવાના નથી. વળી ચૈતર વસાવાએ બે દિવસ પહેલા આક્ષેપ કર્યો હતો કે કેટલાક રાત્રે ૨૦૦ રૂપિયા આપવા આવે અને મત આપજો એમ કહે છે ત્યારે મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપ વાળા પૈસા ન વહેંચે, અમે તો સરકારી યોજનો લોકો સુધી પહોંચાડીએ છે. પૈસા વાળા તો પંજાબથી આવે છે હરિયાણાથી આવે છે.