આ ચૂંટણી મોદી વિરુદ્ધ રાહુલ છે, ચીનની ગેરંટી વિરુદ્ધ વિકાસની ગેરંટી, અમિત શાહ

  • બીઆરએસ તેલંગાણામાં વિકાસ સુનિશ્ર્ચિત કરવાના વચન સાથે સત્તામાં આવી હતી, પરંતુ તે માત્ર ભ્રષ્ટાચારમાં જ સંડોવાયેલી હતી.

ભોંગિર, લોક્સભા ચૂંટણી-૨૦૨૪ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ વધુ રસપ્રદ બની રહી છે. શાસક પક્ષ હોય કે વિપક્ષ, બંને તરફથી શાબ્દિક ગોળીબાર થઈ રહ્યો છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને તેના સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેલંગાણાના ભોંગિરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે આ ચૂંટણી રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીની ચૂંટણી છે. આ ચૂંટણી જેહાદને મત વિરુદ્ધ વિકાસ માટે મતની છે.

લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે, આ ચૂંટણી રાહુલ ગાંધીની ચીનની ગેરંટી સામે નરેન્દ્ર મોદીની ભારતીય ગેરંટી વિશે છે. રાહુલ ગાંધીની ગેરંટી સૂર્યાસ્ત સુધી ટક્તી નથી. ગૃહમંત્રીએ કહ્યું કે તેલંગાણાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ લોન માફ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ માફ કર્યો નથી. ખેડૂતને દર વર્ષે ૧૫,૦૦૦ રૂપિયા આપવાનું વચન પણ પૂરું થયું નથી. ખેડૂત મજૂરને ૧૨ હજાર રૂપિયા આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો ન હતો.

અમિત શાહે વધુમાં કહ્યું કે તેઓ જ્યાં જાય છે ત્યાં મોદી-મોદીના નારા સંભળાય છે. તેલંગાણાની જનતાએ કમલને ચૂંટવાનું નક્કી કર્યું છે અને તેમના આશીર્વાદથી એનડીએ ૪૦૦થી વધુ બેઠકો જીતશે. અમિત શાહે કહ્યું કે, તેલંગાણાની જનતાએ ૨૦૧૯માં અમને ૪ સીટોના આશીર્વાદ આપ્યા હતા. અને આ વખતે, મને ખાતરી છે કે અમે તેલંગાણામાં ૧૦ બેઠકો જીતીશું. તેલંગાણાનો આ ’ડબલ ડિજિટ સ્કોર’ મોદીજીને ચોક્કસપણે ૪૦૦થી આગળ લઈ જશે.

ગૃહમંત્રીએ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે પર પણ નિશાન સાયું. તેમણે કહ્યું, મલ્લિકાર્જુન ખડગે કહે છે કે તેલંગાણા અને રાજસ્થાનના લોકોને કાશ્મીર સાથે કોઈ લેવાદેવા નથી. કમનસીબે તેને ખબર નથી કે અહીંના લોકો કાશ્મીર માટે પોતાનો જીવ પણ આપી શકે છે. કલમ ૩૭૦ હટાવવા એ મોદીજી દ્વારા લેવામાં આવેલો ઐતિહાસિક નિર્ણય છે અને ભારતના લોકો આ નિર્ણય માટે આભારી અને ગર્વ અનુભવે છે.

અમિત શાહે કહ્યું કે,બીઆરએસ તેલંગાણામાં વિકાસ સુનિશ્ર્ચિત કરવાના વચન સાથે સત્તામાં આવી, પરંતુ તેણે માત્ર ભ્રષ્ટાચાર કર્યો. તમે રેવન્ત રેડ્ડીને ૫ વર્ષ આપ્યા અને તેમણે તેલંગાણાને કોંગ્રેસ પાર્ટી માટે ’છ્સ્’માં ફેરવવા સિવાય કંઈ કર્યું નહીં. અમને તેલંગાણામાં ૧૦ બેઠકો આપો અને અમે તેને ભારતનું નંબર-૧ રાજ્ય બનાવીશું.