
દાહોદ, શેઠ ગિરધર લાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા સંચાલિત, સંસ્કાર એડવેન્ચર ટીમ દ્વારા આયોજીત વિશ્ર્વ પર્યાવરણના દિવસના પૂર્વે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ 70 બાળકોએ ભાગ લઈ ચિત્ર સ્પર્ધામાં ચિત્રો બનાવીને પર્યાવરણ પ્રત્યે પોતાનો પ્રેમ જાગ્રત કર્યું હતું. આ ચિત્ર સ્પર્ધાનો વિષય “કોરોના કાળમાં વૃક્ષોનું મહત્વ” વિષય ઉપર વિદ્યાર્થીઓએ પોતાના મનમાં વૃક્ષોનું શું મહત્વ છે. ચિત્રોના માધ્યમથી ચિત્રો બનાવીને પ્રદર્શન કરેલ હતું. આ સ્પર્ધામાં ત્રણ દીકરીઓ અને ત્રણ દીકરાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતું.
સમગ્ર આયોજન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મોટા હોલમાં આયોજીત કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં વડીલોએ પણ ભાગ લીધેલ હતું.
આ સ્પર્ધામાં દાહોદ જીલ્લા વન વિભાગના આર.એફ.ઓ. અજયભાઈ બારીયા ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.