આ બે દેશમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર રોક, કંપનીએ કરી સ્પષ્ટતા

નોર્વેમાં કોરોના વાયરસની મારક રસી એસ્ટ્રાજેનેકા લગાવ્યા બાદ બ્લડ ક્લોટિંગનો મામલો સામે આવ્યા બાદ આયરલેન્ડ અને નેધરલેન્ડે પણ આના પર રવિવારે બ્રેક મારી દીધી હતી. આયરલેન્ડના ડે.ચીફ મેડિકલ ઓફિસર ડૉ. રોનન ગ્લિને કહ્યું હતું કે, નોર્વેની મેડિસિન એજન્સીના જણાવ્યા અનુસાર એસ્ટ્રાજેનેકા રસી લગાવ્યા બાદ બ્લડ ક્લોટિંગના ચાર નવા કેસ સામે આવ્યા છે.આ બંને દેશોએ આ રસીનો ઉપયોગ કરવાનું અટકાવી દીધું છે.

ત્યાર બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. જ્યારે નેધરલેન્ડ સરકારે કહ્યું કે, રસી પર આ સસ્પેંશન ઓછામાં ઓછું તા.29 માર્ચ સુધી યથાવત રહેશે. બીજી તરફ રસી તૈયાર કરનારી કંપની એસ્ટ્રેજેનેકાએ ક્હ્યું કે, અમે બ્રિટન અને યુરોપીયન યુનિયનનાા આશરે 1.7 કરોડ રસી લીધેલા લોકોના ડેટાનો રીવ્યું કર્યો છે. જેમા રસીને કારણે બ્લડ ક્લોટિંગના કોઈ પુરાવા મળ્યા નથી. કંપનીએ દાવો કર્યો હતો કે, રસીની સુરક્ષા અને અસરને લઈને પરીક્ષણ દરમિયાન ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ રસી સુરક્ષિત છે. ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, ઈટલી, બલ્ગેરિયા, રોમાનિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, લાટેવિયા અને બિન યુરોપિયન સંઘના દેશ નોર્વે તથા આઈસલેન્ડે પણ બ્લડ ક્લોટિંગના રીપોર્ટ બાદ તાત્કાલિક ધોરણે રસીના ઉપયોગ પર બ્રેક મારી દીધી છે. બ્રિટનમાં મેડિકલ એન્ડ હેલ્થ પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ એક નિવેદન આપતા કહ્યું કે, હજું સુધી એ વાતની ખાતરી થઈ નથી કે, એસ્ટ્રાજેનેકા રસીને કારણે બ્લડ ક્લોટિંગના કેસ સામે આવી રહ્યા છે. દુનિયાના અનેક દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. એટલે લોકોએ રસી લેવાનું યથાવત રાખવું જોઈએ.

દુનિયામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 12 કરોડને પાર થઈ ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં 9 કરોડ 69 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 26 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ દુનિયામાં સૌથી વધુ સંક્રમણ અમેરિકામાં છે. ત્યાર બાદ બ્રાઝિલ, ભારત, રશિયા, યુકે, ફ્રાંસ, સ્પેઈન, તુર્કી તથા જર્મનીનો ક્રમ આવે છે. કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે, 17 લાખથી વધુ લોકોએ આ રસી લીધી છે.ખાસ કરીને યુરોપ અને યુકેના કેટલાક રાજ્યમાં આપવામાં આવી છે. ત્યાંથી કોઈ બ્લડ ક્લોટિંગના કેસ મળ્યા નથી. જોકે, યુરોપિયન સંઘ રાષ્ટ્ર સિવાય થાઈલેન્ડ પ્રથમ એવો દેશ રહ્યો છે. જેણે આ રસીનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું.