આ બધું કાવતરું છે,ખતમ કરો અને ભારતને કપ આપી દો,અખ્તર

મુંબઇ, વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૧ મેચ રમાઈ છે. ભારતીય ટીમ ૧૨ પોઈન્ટ સાથે ટોપ પર છે જ્યારે સૌથી નીચેના ક્રમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ છે જેણે ૬ મેચમાં માત્ર ૧ જીત નોંધાવી છે. ઈંગ્લેન્ડ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. પાકિસ્તાનની પણ આવી જ સ્થિતિ છે. પાકિસ્તાને ૬માંથી માત્ર ૨ મેચ જીતી છે. જો ટીમને સેમીફાઈનલમાં જવું હોય તો તેને બાકીની તમામ મેચો જીતવી પડશે. આ સિવાય અન્ય ટીમોના પ્રદર્શન પર પણ નિર્ભર રહેવું પડશે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે મોટું નિવેદન આપ્યું છે.

એક ખાનગી ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે વર્લ્ડ કપનો કોઈ અર્થ નથી. તેને સમાપ્ત કરો. વાસ્તવમાં, ઇંગ્લેન્ડની જીત પછી, તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે બાકીની તમામ મેચો કરાવવા માંગે છે કે માત્ર ભારતને વર્લ્ડ કપ આપવા માંગે છે. અખ્તરે જવાબ આપ્યો, ’બિલકુલ નહીં. ભારતે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે જોતાં વર્લ્ડ કપ યોજવાનો કોઈ અર્થ નથી. આ પછી વર્લ્ડ કપનો કોઈ અર્થ નથી. તેણે આગળ કહ્યું, ’ભારતે શું કર્યું? અમેઝિંગ પ્રદર્શન.

અખ્તરે ભારતીય બોલરોની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું, ’શમ્મી અને બુમરાહે બતાવ્યું છે કે તેઓ વિશ્ર્વના સૌથી શક્તિશાળી બોલર છે. બેટિંગ સારી હતી, પરંતુ બોલરોએ પણ પોતાની પ્રતિભા બતાવી. કુલદીપ યાદવ પર અખ્તરે કહ્યું, ’મને ખબર નથી કે આ શું બલા છે. પીચ ભીની હોય કે શુષ્ક, તે તો માત્ર દાંડીઓ ઉડાવવાનું જાણે છે. ભારત જે કોમ્બિનેશનથી રમી રહ્યું છે તે વિશ્ર્વકપ જીતી શકે છે.