- શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય
- આખો મહિનો આ ત્રણ રાશિના જાતકો માટે ખુબ સારો નીવડશે
- મહાદેવની પૂજા કરવાથી તમારી દરેક મનોકામના થશે પૂર્ણ
શ્રાવણ મહિનાને હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે.
આ વર્ષે શ્રાવણ મહિનો 14 જુલાઈથી શરુ થઈ રહ્યો છે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે. પણ આ વર્ષનો શ્રાવણ મહિનો 3 રાશીના જાતકો માટે ખુબ સારો રહેવાનો છે. મહાદેવ આ મહિનામાં ત્રણ રાશિના જાતકો પર કૃપાદ્રષ્ટિ વરસાવવા જઈ રહ્યા છે. આખો મહિનો આ ત્રણ રાશિના જાતકો માટે ખુબ સારો નીવડશે. ચાલો જાણીએ કઈ છે એ 3 ભાગ્યશાળી રાશીઓ…
વૃષભ રાશી- શ્રાવણ મહિનો આ રાશિના જાતકો માટે ઘણો સારો સાબિત થશે. આ રાશિનાના લોકોની આર્થીક સ્થિતીમાં ઘણો સુધારો થશે અને સાથે જ નવા માર્ગો પણ ખુલશે. નવી નોકરી, પ્રમોશન અને આવકમાં વૃદ્ધી થવાના યોગ બની રહ્યા છે. સાથે જ લાંબા સમય સુધી અટવાયેલ કામ ફટાફટ પૂર્ણ થશે. શ્રાવણ મહિનો આ રાશિના લોકો માટે આર્થિકરૂપે શુભ સાબિત થશે. મહાદેવને પ્રસન્ન કરવા શ્રાવણ મહિનામાં દર સોમવારે શિવલિંગનો અભિષેક જરૂરથી કરવો.
મિથુન રાશી – શ્રાવણ મહિનામાં મિથુન રાશિના જાતકો પર મહાદેવની ખુબ કૃપાદ્રષ્ટિ બની રહેશે. આ રાશિના જાતકોને શ્રાવણ મહિનામાં કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. નવા તરક્કીના માર્ગો ખુલશે અને આવકમાં વૃદ્ધી થશે. જે લોકો વેપાર કરે છે એમને આ મહીને બમણો નફો થવાની શક્યતા છે. આવક સાથે ખર્ચા પણ એટલા થશે. નવી મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે.
કર્ક રાશી – શ્રાવણ મહિનામાં આ રાશિના જાતકો માટે ચારેતરફથઈ ખુશખબર આવશે. આર્થીક અને અંગત જીવનમાં ખુશ કરી દે એવા સમાચાર મળશે. લાંબા સમયથી જે વસ્તુની આશા હશે એ આ મહિનામાં મળી રહેશે. ક્યાંય પણ અટવાયેલ પૈસા મળી રહેશે અને કોઈ પણ અટવાયેલ કામ જરૂરથી પૂર્ણ થશે.