એ.આર.રહેમાનને કેનેડામાં સમ્માન મળ્યું,

મુંબઇ,

માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં પોતાના અવાજ માટે પ્રખ્યાત છે. સિંગરને કેનેડા તરફથી એવું સન્માન મળ્યું છે, જે આ પહેલા ભાગ્યે જ કોઈને મળ્યું હોય. દેશ માટે ગર્વની વાત છે કે કેનેડાના માર્ખમ શહેરે ભારતના પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનને અદ્ભુત ભેટ આપી છે. હા, તેણે પોતાના શહેરની એક ગલીનું નામ ‘એઆર રહેમાન’ રાખ્યું છે. જો અહેવાલોનું માનીએ તો, વર્ષ ૨૦૧૩ની શરૂઆતમાં, માર્ખમમાં અન્ય એક રોડનું નામ સંગીતકાર એ.આર. રહેમાન  અલ્લાહ-રખા રહેમાન સેન્ટ રાખવામાં આવ્યું હતું.

હવે તેના જવાબમાં સંગીતકારે તેમનો આભાર માનતા ટ્વિટ કર્યું છે. એઆર રહેમાન તેમના તરફથી મળેલા આ સન્માનથી ખૂબ જ ખુશ છે. આટલું જ નહીં સમગ્ર દેશને તેના પર ગર્વ છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, “હું માર્ખમ શહેર મેયર ફ્રેક્ધ સ્કારપિટી અને કેનેડાના લોકોનો આભારી છું.”

તેની આગળ તેને ટ્વીટ કરીને કેનેડાના મેયર અને કેનેડાવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેને ટ્વીટ કરની લખ્યું છે કે, મેં મારી જીંદગીમાં આ ક્યારેય વિચાર્યું નહોતું. માર્ખમના મેયર અને કાઉન્સિલર, સાથે જ હું ભારતીય કોન્સ્યુલેટ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવ અને કેનેડાના લોકોનો ખૂબ આભારી છું. આટલું જ નહીં, સંગીતકાર એઆર રહેમાને આભાર લેટરમાં પોતાના નામનું મહત્તવ પણ બતાવ્યું છે. તે લખે છે કે, એઆર રહેમાન નામ એકલું નથી. તેનો અર્થ ખૂબ જ ઉંડો છે. તેનો અર્થ એ છે દયાવાન. દયાવાન હોવું એ ક્વોલિટી છે, જે આપણને ભગવાન તરફથી મળે છે. આપણે બધા આ ક્લોલિટીના સભ્યો છીએ. તો આ નામને કેનેડાના લોકોની વચ્ચે શાંતિ, ખુશી અને સ્વસ્થ્ય જીવન લાવવાનો મોકો આપો. ભગવાનના આશીર્વાદ તમારા બધા સાથે રહે.