એ ડિવિઝન ટાઉન પોલીસ સ્ટેશન નજીકથી કઈઇ પોલીસે બે ઈસમોને ચોરીના ત્રણ મોબાઇલ સાથે ઝડપી લીધા

દાહોદ,દાહોદ એલસીબી પોલીસની ટીમ એ ડિવિઝન ટાઉન પોલીસ મથકના વિસ્તાર ખાતે તારીખ 26મી એપ્રિલના રોજ પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન એ ડિવિઝન ટાઉન પોલીસ સ્ટેશન નજીક આવતા બે ઈસમો કોઈ મિલકત સંબંધી ગુનો કરે કરાવે તેવી હરકતો કરતા હોવાથી જે આધારે બંને ઈસમોને કોર્ડન કરી ઝડપી પાડી પ્રથમ ઈસમનું નામ ઠામ પૂછતા તે બાળકિશોર હોવાનું જણાય આવેલ હતું. જેની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક જ્ઞાાજ્ઞ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ બીજા ઈસમનું નામ પૂછતા સંજયભાઈ માનસિંગભાઈ બાવરી દેવીપુજક ધંધો રહેવાસી ગોધરા પથ્થર તલાવડી નારી કેન્દ્ર રોડ દશામાં ફાટક ઉપર ગોધરાનો હોવાનું જણાવ્યું હતું જેની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી બે મોબાઈલ મળી આવ્યા હતા. જેમાં એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ અને એક જ્ઞાાજ્ઞ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે બંને ઈસમો પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન અંગે ખાતરી કરતા ત્રણેય ફોન એ ડિવિઝન ટાઉન પોલીસ મથક ચોરી અંગેના ગુના દાખલ થયેલા હતા. ત્યારે એલસીબી પોલીસે એક બાળ કિશોર તેમજ એક ઈસમ મળી બે આરોપીઓને ચોરીના 16000 રૂપિયાના મોબાઈલ સાથે ઝડપી એ ડિવિઝન ટાઉન પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા હતા. જોકે, આ ત્રણેય ચોરીના મોબાઈલના ગુનાઓ અંડીટેક્ટ હતા. ત્યારે એલસીબી પોલીસે બાળ કિશોર સહીત એક ઈસમ મળી બે આરોપીઓને ઝડપી અને ત્રણેય મોબાઈલ ચોરીના ગુનાઓ ડિટેકટ કર્યા હતા.