પંચાયત અને કૃષિ મંત્રીના હસ્તે 15 માં નાણા પંચ માંથી 19.50 લાખના પીવાના પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું

દાહોદ,, જીલ્લા પંચાયત દાહોદ ખાતે 15માં નાણાપંચ અંતર્ગત જીલ્લા કક્ષાની 10% ગ્રાન્ટ વર્ષ 2022-23 માંથી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અને જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત જીલ્લા પંચાયત ના સભ્યો દ્વારા વિવિધ સાધનનું સહાયનું દેવગઢબારિયા ખાતેથી વિતરણ કરવામાં આવ્યું દેવગઢ બારિયા તાલુકાના કુલ 13 જેટલા ગામોમાં પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું.

ઉલેખનીય છે કે, 15 મુ નાણાપંચ 10% જીલ્લા કક્ષા ગ્રાન્ટ વર્ષ 2022-23 અન્વયે દાહોદ જીલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં 135 પાણીના ટેન્કરોના કુલ 168.75 લાખના કામ મંજૂર થયા છે. જેના ભાગરૂપે આજે દેવગઢ બારિયા તાલુકાના 13 જેટલા ગામોમાં પાણીના ટેન્કરોનું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને જીલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર એ લીલી ઝંડી આપી વાહનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન, સહિત જીલ્લા પંચાયતના સભ્ય ઓ, તાલુકા પંચાયતના સભ્ય ઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.