ગોધરા, શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ -ગોધરાના કુલપતિ મા. ડો.પ્રતાપસિંહ ચૌહાણના નિર્દેશ અનુસાર, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા), GTPL ગુજરાતી ટીવી ચેનલ,અમદાવાદ અને સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજ, મુનપુરના સંયુક્ત ઉપક્રમે 30 ડિસેમ્બર, 2023, શનિવારના રોજ બપોરે 3 કલાકે યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ભવ્ય કવિસંમેલન યોજાશે. GTPL ગુજરાતી ચેલન દરેક જીલ્લામાં કવિ સંમેલન યોજી રહ્યું છે. હવે આ કાવ્યહેલી પંચમહાલના વિંઝોલ ખાતે પહોંચી રહ્યું છે. ત્યારે શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા), GTPL ગુજરાતી અને સી.આર.ગાર્ડી આર્ટસ કોલેજ, મુનપુરના સંયુક્ત ઉપક્રમે યોજાનારા કવિસંમેલનને માણવા યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ તથા કુલસચિવ ડો.અનિલભાઈ સોલંકીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમનું સંયોજન અને સંચાલન કવિ શૈલેષ પંડયા “ભીનાશ” જી.ટી.પી.એલ. પ્રોગ્રામ ડિરેક્ટર કરી રહ્યા છે. કાર્યક્રમમાં કવિ વિનોદ ગાંધી, કુમાર જૈમિનિ શાસ્ત્રી, મોહસીન મીર, શ્યામ ઠાકોર, મહેન્દ્ર પરમાર, મહેશ પટેલ, જગદીશ ખાંટ, કવયિત્રી કુ જીબીશા પરમાર પોતાની કવિતાઓ રજૂ કરશે. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિંઝોલના સેનેટ હોલ ખાતે યોજાનારા અભૂતપૂર્વ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા) જી. પંચમહાલના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ, યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ સોલંકી તથા અતિથિ વિશેષ તરીકે સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજ, મુનપુરના આચાર્ય ડો. મહેશ મહેતા, GTPL ગુજરાતી ચેનલના ચેનલ હેડ જયેન્દ્ર મિલવાલ ઉપસ્થિત રહેશે. GTPL ગુજરાતી ટી વી ચેનલ અમદાવાદ અને સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજ, મુનપુરના સંયુક્ત ઉપક્રમે 30 ડિસેમ્બર, 2023, શનિવારના રોજ બપોરે 3 કલાકે‘કાવ્ય હેલી’ નામે કવિસંમેલન યોજાશે. આ નિમિત્તે GTPL ગુજરાતી ચેલન હવે કાવ્યહેલીના નિમિત્તે ગોવિંદગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા) આવી પહોંચે છે. આ કવિસંમેલનને માણવા યુનિવર્સિટીના તમામ છાત્રો અને અધ્યાપકોને સસ્નેહ નિમંત્રણ છે. કાર્યક્રમનું સંયોજન અને સંચાલન કવિ શૈલેષ પંડયા “ભીનાશ” જી.ટી.પી.એલ. પ્રોગ્રામ ડિરેક્ટર કરશે.કાર્યક્રમમાં ઉપસ્થિત કવિગણ કવિ વિનોદ ગાંધી, કુમાર જૈમિનિ શાસ્ત્રી, મોહસીન મીર, શ્યામ ઠાકોર, મહેન્દ્ર પરમાર, મહેશ પટેલ, જગદીશ ખાંટ, કવયિત્રી જીબીશા પરમાર પોતાની કવિતાઓ રજૂ કરશે.