શહેરા, સને 2021ની સાલમાં ધી બોરડી દુધ ઉત્પાદક મંડળીમાં લાખો રૂપિયાની ઉચાપત કરનાર સેજલબેન દિલીપભાઈ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો કલમ 408 મુજબ ગુનો નોંધાયેલ હતો. જે ફરિયાદના કામે પોલીસ દ્વારા આરોપી સેજલબેન દિલીપભાઈ પટેલની ધરપકડ કરતાં તેમને તેમના પતિ દિલીપભાઈ કાન્તીલાલ પટેલ તથા અન્ય આરોપીઓ સાથેના મેળાપીપણામાં જે તે સમયે જામીન મુક્ત થવા માટે થ્ઈને નામદાર શહેરા ના જયુડીશયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રૂપિયા 7,51,751નો બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ એકસીસ બેન્ક નો બનાવી પોતાના એડવોકેટ મારફતે નામદાર કોર્ટ માં આ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરીને તેના આધારે જામીન મુક્ત થયેલા અને ત્યારબાદ કેસ ચાલવા ઉપર આવતા આ તમામ આરોપીઓએ ભેગા મળીને નામદાર કોર્ટમાં તમામ અધિકારીઓને અંધારામાં રાખીને ડુપ્લીકેટ ફરિયાદી રજૂ કરીને અને ની બોરડી દુધ ઉત્પાદક સહકારી મંડળીના બનાવટી લેટરપેડ તૈયાર કરી તેની ઉપર મંડળીના ચેરમેન/સેક્રેટરીના બનાવટી સહી સિક્કા કરી નામદાર કોર્ટ માં તે રજૂ કરીને શહેરા ખાતેના ફોજદારી કેસમાં નિર્દોષ છૂટી ગયેલ,આ બાબતની જાણની બોરડી દુધ ઉત્પાદક સહકારી મંડળીના હોદેદારોને થતાં અને મંડળીના નાણાં ઓડીટ રીપોર્ટ માં પણ બાકી પડતા તેઓ દ્વારા આ તમામ બાબતો અંગે વિગતવારની અરજીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને અન્ય અધિકારીઓ સમક્ષ કરતાં આ બાબતે શહેરા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો કલમ 465, 467, 120(બી) વિગેરે મુજબનો ગુનો નોંધાતા તપાસ કરનાર અધિકારી વિગતવારની તપાસ કરી અને આરોપીઓને અટક કરતાં આરોપી દ્વારા પંચમહાલ જિલ્લાના મહેરબાન પ્રિન્સીપાલ ડીસટીકટ અને સેસનસ જજ પી.વી. શ્રીવાસ્તવની કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરતાં જામીન અરજીની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની વિગતવારની દલીલો તથા કેસના સંજોગો તથા પોલીસ તપાસના કાગળોને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા ન્યાય પાલિકા સાથે છેતરપિંડી કરનાર આરોપી દિલીપભાઈ કાન્તીલાલ પટેલ તથા આરોપી હીરાભાઈ રયજીભા્ઈ પટેલની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આ જામીન અરજી નામંજૂર થતાં સમગ્ર પંચમહાલ જિલ્લાના ન્યાયતંત્રમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે અને મળતી માહિતી મુજબ ઘણા બધાં બીજા આરોપીઓની સંડોવણી પણ જણાઈ આવેલ છે. જેઓને પણ અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેવું તપાસ કરનાર અધિકારી શહેરાના પોલીસ ઇન્સ્પેકટર રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં આજરોજ પંચમહાલ જિલ્લાના મહેરબાન પ્રિન્સીપાલ ડીસટીકટ અને સેસનસ જજ પી.વી. શ્રીવાસ્તવ દ્વારા કેસની ગંભીરતા જોતા જીલ્લા પોલીસ વડાને લેખિત આદેશ કરીને એસ.આઈ.ટી.ની રચના કરવા જણાવ્યું છે. વકીલ આલમમાં એવી ચર્ચા સાંભળવા મળી છે કે, જો એસ.આઈ.ટી.ની રચના થશે તો ઘણા મોટા માથાઓ પણ આરોપી બનશે.