રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ હાલ વરસાદની કોઇ શક્યતા ન હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધવાની શક્યતા છે. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. ત્યારે ભેજના કારણે હાલ વિઝિબિલિટી ઓછી જોવા મળી રહી છે.
વરસાદને લઈ પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે, હાલ વરસાદની કોઇ શક્યતા નથી. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે આગાહી કરી છે. આગામી બેથી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભવના છે