વલસાડ, ભારત દેશ એકવીસમી સદીમાં અને ગુજરાતનો જેટ ગતિએ વિકાસ છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઇ શક્યો.હવે સમાજ માટે વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે અને કદાચ આ કિસ્સાને જોઈ સમજીને સમાજની આંખ ઉઘડે તો એ વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે કામ જ આવશે. કારણે અંધશ્રદ્ધાનું આ ભૂત હવે શાળામાં પહોંચ્યું છે. જ્યાં ,૧૨ મરઘા અને ૧ બકરાની બલિ ચઢાઈ હોવાનો સણસણતો આરોપ મુકાઈ રહ્યો છે. દાવા મુજબ શાળાના કેમ્પસમાં લોહી પડેલું હતું ને કુંકુ ગુલાલ અને તેમજ ત્યાં મરધાના પીછાં પણ હતા.
નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિક્તા વચ્ચે ઝોલા ખાતા હોય છે.સમાજમાં એવા કેટલાય કિસ્સો સામે આવે છે કે, તાંત્રિક વિધિના બહાને કા તો મહિલાની લાજ લૂંટાઈ હોય, કા તો મરણમૂડી ખોવી પડી હોય. ત્યારે હવે વલસાડમાં વિદ્યાના ધામમાં મેલી વિદ્યાનો કિસ્સો સામે આવતા અરેરાટી મચી છે. નગડધરી ગામની પ્રાથમિક શાળામાં શાળામાં ભૂવાને બોલાવી મેલી વિદ્યા કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે.શાળા પરિસર નજીક વિધિના નામે મરઘા અને બકરાની બલી ચઢાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અંધશ્રદ્ધામાં શાળાને જમીન દાનમાં આપનાર પરિવારના રસોયાએ વિધિ કરાવી ૧૨ મરધા અને ૧ બકરાને કાપી નાખ્યા છે.
‘શાળામાં રસોયો છે તેણે ડાંગના ખીરમાની ગામથી ભગત બોલાવ્યા હતા તે દિવસ દરમિયાન કઇંક ખોદતાં હતા. હું રાતના સમયે ત્યાં ગયો ત્યારે ૧૨ મરધાને કાપી નાખવામાં આવ્યા હતા અને ૧ બકરાની બલિ દેવાઈ ગઈ હતી. ૨૫ નાળિયેર પણ હતા. આ મેલી વિદ્યાની અસર બાળકો પર માનસિક રીતે થઈ શકે છે’
શાળામાં મેલી વિદ્યાના આક્ષેપની ચકચાર મચી જતાં ડીઇપીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. મીડિયા માયમથી ઘટના સામે આવતા ડીઇપીઓ ડી બી બારિયાએ તાત્કાલિક તપાસ આદેશ આપ્યા છે. વિધિ થઈ છે કે કેમ તે માટે એક ટીમને ઘટનાસ્થળે જવા રવાના કરાઇ છે. રસોયા ક્સૂરવાર ઠરશે તો જે તે વિભાગને કડક પગલાં લેવા માટે જાણ કરવામાં આવશે. પણ આ ઘટનાથી અનેક સવાલો પણ ઉભા થઈ ગયા છે.