શાર્દુલ ઠાકુરને બે વાર બોલ વાગ્યો,કપાળમાં સોજો આવ્યો,છતાં હિંમત સાથે બોલર્સનો સામનો કર્યો

સેંચુરિયન,સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શાર્દુલ ઠાકુરને ઈજા પહોંચી છે. શાર્દુલ ઠાકુરને બે વાર બોલ વાગ્યો હતો, તેમ છતાં ક્રીજ પર રમી રહ્યા હતા. ત્યારપછી શાર્દુલ ઠાકુર કાગિસો રબાડાના બોલ પર આઉટ થઈ ગયા.

સેંચુરિયનમાં સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર શાનદાર બેટીંગ કરી રહ્યા હતા. શાર્દુલ ઠાકુરને બે વાર બોલ વાગ્યો. પહેલી વાર ગેરાલ્ડ કોએત્જીનો બોલ હેલ્મેટ પર વાગ્યો, જેથી તેઓ થોડા અચેત થઈ ગયા. ૪૪મી ઓવરના ત્રીજા બોલ પર પુલ શોટ રમવાના ચક્કરમાં શાર્દુલ થોડા મોડા પડી ગયા, ત્યારપછી બોલ હેલ્મેટ પર વાગ્યો. ત્યારપછી ફિજિયોને બોલાવવો પડ્યો હતો, ઘણી વાર સુધી ફિજિયો સાથે વાત કરી. હેલ્મેટ કાઢીને જોયું તો માથાની ડાબી બાજુએ આખો ભાગ સોજી ગયો હતો.

૪૭મી ઓવરમાં શાર્દુલ ઠાકુરને કાગિસો રબાડાનો બોલ વાગ્યો, આ વખતે હાથ પર પાટો બાંધવો પડ્યો હતો. શાર્દુલ રબાડાના આ બોલ પર ડિફેન્ડ કરવા માંગતા હતા, પણ તે બચી શક્યા નહીં અને હાથમાં બોલ વાગી ગયો. જેથી તેઓ થોડા પરેશાન જોવા મળ્યા અને કાગિસો રબાડાએ શાર્દુલ ઠાકુરને ડીન એલ્ગરના હાથે કેટ આઉટ કરી દીધો.

શાર્દુલ ઠાકુર આ મેચમાં ૮માં નંબરે બેટીંગ કરવા માટે ઉતર્યા હતા અને ૩૩ બોલ પર ૨૪ રન કરીને આઉટ થઈ ગયા હતા. જેમાં ૩ ચોગ્ગા શામેલ છે. ભારતીય ટીમે ૧૬૪ રન પર ૭મી વિકેટ ગુમાવી. સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો હતો, જેથી કેપ્ટન તેંબા બાવુમાએ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.