રાજધાની દિલ્હીમાં ઈઝરાયેલ દૂતાવાસ પાસે પહેલા પણ ઓછી તીવ્રતાવાળા વિસ્ફોટ થયેલા છે. પરંતુ આ વખતે કેસ કઈક અલગ છે. ગઈ કાલે સાંજે એમ્બેસીથી 100મીટર જેટલું નજીક જે ધડાકો થયો તેના અવશેષો જ નથી મળ્યા. સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસને શક છે કે જે ધડાકો થયો તે કેમિકલ બ્લાસ્ટ દ્વારા અંજામ અપાયો હોઈ શકે છે. 2012માં એક ઈરાની હુમલાખોરે એક ‘મેગ્નેટિક સ્ટિક ડિવાઈસ’નો ઉપયોગ કરીને એક ઈઝરાયેલી રાજનયિકની ગાડીમાં વિસ્ફોટ કર્યો હતો.
આ પ્રકારના વિસ્ફોટ બાદ એક્સપ્લોઝિવ હવામાં ઉડી જાય છે. આથી કોઈ પણ પ્રકારના એક્સપ્લોઝિવના અવશેષો ફોરેન્સિક ટીમને મળ્યા નથી. પોલીસ આ ધડાકાને એટલા માટે પણ ફેક સાબિત નથી કરી રહી કારણ કે પોલીસને સ્પોટથી એક લેટર મળ્યો છે. જે કલરફૂલ હતો. જેમાં ઈઝરાયેલ એમ્બેસીના રાજદૂતને સંબોધન કરીને અંગ્રેજીમાં ખુબ જ ભદ્દી ભાષાનો ઉપયોગ કરાયો છે.
ઓગસ્ટ 2020માં લેબનોનના બેરુત શહેરમાં એક કેમિકલ બ્લાસ્ટ થયો હતો. તેમાં 200થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણું નુકસાન થયું હતું. 5000 લોકો ઘાયલ થયા હતા. બેરુત પોર્ટ આગમાં ભસ્મીભૂત થયું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારબાદ ખબર પડી કે ધડાકામાં કુલ 2750 ટન એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હતો. તેને પોર્ટના એક ગોડાઉનમાં છૂપાવીને રાખવામાં આવ્યું હતું. એમોનિયમ નાઈટ્રેટ ક્રિસ્ટલની જેમ જ સફેદ સોલિડ હોય છે. જે સામાન્ય રીતે ખેતી માટે ઉપયોગમાં લેવાતા ખાતરમાં નાઈટ્રોજનનો સોર્સ હોય છે.
જો કે તેને ફ્યૂલ ઓઈલ સાથે ભેળવીને એક્સપ્લોઝિવ પણ તૈયાર થાય છે. જેનો ઉપયોગ માઈનિંગ અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. આંતકીઓ તેનો ઉપયોગ કરી બોમ્બ પણ બનાવે છે. એક્સપર્ટ કહે છે કે એમોનિયમ નાઈટ્રેટને બરાબર રાખવામાં આવે તો તે સેફ હોય છે. જો કે દિલ્હી વિસ્ફોટમાં હજુ એ સ્પષ્ટ થયું નથી કે શું આ કેમિકલ બ્લાસ્ટ જ હતો અને જો હતો તો તેમાં કઈ વસ્તુનો ઉપયોગ થયો. આમ પણ આ ખુબ જ ઓછી તીવ્રતાવાળો વિસ્ફોટ હતો.
આ મામલાની ગંભીરતાને જોતા પોલીસે લેટરને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે. જેથી કરીને તેમાંથી ફ્રિંગરપ્રીન્ટ મળી શકે. હાલ પોલીસની અનેક ટીમો આખા વિસ્તારના સીસીટીવી ફંફોળવામાં લાગી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું કે પોલીસને જે એક પેજનો લેટર મળ્યો છે તેમાં ઈઝરાયેલને લઈને ખુબ ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમાં અલ્લાહ હૂ અકબર લખેલું છે અને એક સંગઠનનો ઉલ્લેખ પણ છે. તેમાં લખ્યું છે કે જેહાદ ચાલુ રાખીશું. લેટરની ભાષાથી સ્પષ્ટ છે કે આ હરકત પાછળ જે પણ લોકો છે તેમનું કનેક્શન ગાઝામાં ચાલી રહેલી લડાઈ સાથે છે.
બીજી બાજુ પોલીસ તપાસની વાત કરીએ તો વિસ્તારમાં સુરક્ષા હાલ વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ હાલ સઘન તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજની તપાસમાં બે સંદિગ્ધ જોવા મળ્યા છે. તેની ગતિવિધિઓ સંદિગ્ધ છે. આથી તેમની જાણકારી મેળવવામાં આવી રહી છે. જલદી ભાળ મેળવી લેવાશે. પોલીસ આજુબાજુના સીસીટીવી પણ તપાસ કરી રહી છે જેથી કરીને બે સંદિગ્ધ કઈ રીતે અને કયા રૂટથી ત્યાં આવ્યા એ જાણી શકાય.