રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી: ઈડીની ચાર્જશીટમાં પ્રથમવાર નામ આવ્યું, સંજય ભંડારી કેસમાં મોટા આરોપો

વાડ્રાએ સુમિત ચઢ્ઢા મારફત લંડનના ૧૨ બ્રાયનસ્ટન સ્ક્વેર ખાતેના લેટનું રિનોવેશન કરાવ્યું એટલું જ નહીં, પણ ઘણી વખત આ જ ઘરમાં રહેતા હતા.

હથિયારોના વેપારી અને ભાગેડુ સંજય ભંડારી સામે EDમાં ચાલી રહેલા કેસમાં રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં સંજય ભંડારીના નજીકના સહયોગીઓ સીસી થમ્પી અને સુમિત ચડ્ઢા વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ (સરળ ભાષામાં ચાર્જશીટ) દાખલ કરી છે, જેમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના નામનો પણ ઉલ્લેખ છે.

તમને જણાવી દઈએ કે સીસી થમ્પી UAE નો NRI છે, જ્યારે સુમિત ચડ્ડા UK ના નાગરિક છે. આ કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. EDએ કોર્ટને જણાવ્યું કે આરોપી સીસી થમ્પી અને રોબર્ટ વાડ્રા વચ્ચે માત્ર પૈસાની લેવડ-દેવડ જ નથી, પરંતુ લંડન સ્થિત સંજય ભંડારીના 12 બ્રાયનસ્ટન સ્ક્વેરના ફ્લેટને સીસી થમ્પીએ રોબર્ટના કહેવા પર રિનોવેશન કરાવ્યું હતું અને આમાં ફ્લેટ રોબર્ટ વાડ્રા ઘણી વખત રહેતા હતા.બાર પણ બંધ થઈ ગયા છે.

EDની તપાસમાં બહાર આવ્યું છે કે સંજય ભંડારી 12 બ્રાયનસ્ટન સ્ક્વેર, લંડન અને 6 ગ્રોસવેનર હિલ કોર્ટ, લંડન સહિત અનેક અઘોષિત વિદેશી મિલકતોની માલિકી ધરાવે છે. આ બંને મિલકતો પીએમએલએ, 2002ની જોગવાઈઓ અનુસાર ગુનાની આવકમાંથી હસ્તગત કરવામાં આવી છે. સીસી થમ્પી અને સુમિત ચઢ્ઢા ગુનાની આ આવકમાંથી મેળવેલી સંપત્તિ છુપાવવામાં અને તેનો ઉપયોગ કરવામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

1 જૂન, 2020 ના રોજ, EDએ સંજય ભંડારી, તેની 3 કંપનીઓ અને નજીકના સહયોગીઓ સંજીવ કપૂર અને અનિરુદ્ધ વાધવા વિરુદ્ધ પ્રોસિક્યુશન ફરિયાદ એટલે કે ચાર્જશીટ દાખલ કરી હતી. જે બાદ સ્પેશિયલ ED કોર્ટે સંજય ભંડારીને ભાગેડુ જાહેર કર્યો હતો. યુકે પ્રશાસને સંજય ભંડારીના પ્રત્યાર્પણનો આદેશ પણ આપ્યો હતો, પરંતુ ભંડારીએ પ્રત્યાર્પણના આદેશને પડકારતી યુકે હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી. એજન્સી દ્વારા અત્યાર સુધીમાં સંજય ભંડારીની રૂ. 26.55 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

EDની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સીસી થમ્પી રોબર્ટ વાડ્રાના નજીકના સહયોગી છે. રોબર્ટ વાડ્રાએ સુમિત ચઢ્ઢા મારફત લંડનના 12 બ્રાયનસ્ટન સ્ક્વેર ખાતેના ફ્લેટનું રિનોવેશન કરાવ્યું એટલું જ નહીં, પણ ઘણી વખત આ જ ઘરમાં રહેતા હતા. આ સિવાય એવો પણ આરોપ છે કે રોબર્ટ વાડ્રા અને સીસી થમ્પીએ સાથે મળીને ફરીદાબાદમાં જમીનનો મોટો હિસ્સો ખરીદ્યો હતો અને એક બીજાના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી.