ગોધરાની નાની કાટડી ગામે ઢોરો છુટા મુકવા બાબતે કહેતા આરોપીએ મારમારતાં ફરિયાદ

ગોધરા, ગોધરા તાલુકાના નાની કાટડી વીરપુરા ફળીયામાં રહેતા આરોપીઓ ખેતરમાં અવારનવાર ઢોરો છુટા મુકી દેતા હોય જેથી આરોપીઓને કહેવા જતાં ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારામારી કરી ઇજાઓ પહોંચાડતા ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના નાની કાટડી વીરપુરા ફળીયામાં રહેતા આરોપી ઈસમો રમેશભાઇ કાંતીભાઇ ચોહાણ, રમીલાબેન કાંતીભાઇ ચૌહાણ જે દશરથસિંહના વાડા (ખેતર)માં અવારનવાર ઢોરો છુટા કેમ મુકો છો. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગાળો આપી હાથમાં રાખેલ લાકડી દશરથસિંહને પગમાં મારી ઇજાઓ કરી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.