હાલોલ,હાલોલ પોલીસ મથક વિસ્તારના નવજીવન ચોકડી પાસે 2019ના વર્ષમાં અકસ્માતમાં અન્ય વાહનથી મરણ ગયેલ હોય મરણજનારને વીમા કંપની પાસેથી વળતર અપાવવા માટે અન્યને પોલીસ સમક્ષ અકસ્માત સર્જનાર વાહનના ડ્રાઈવર તરીકે રજુ કરી વીમા કં5ની સાથે વિશ્વાસધાત ઠગાઇ કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ નવજીવન ચોકડી પાસે 2019ના વર્ષમાં અકસ્માતના બનાવમાં મરણજનારને વીમા કં5ની પાસેથી વળતર અપાવવા માટે હાલોલ પોલીસ મથકે રીક્ષા છકડા નં. જીજે.17.ડબલ્યુ.0940થી ઉદેસિંહ કશનાભાઇ સોલંકી (રહે. કાલોલ, તા.કાલોલ)ને ઈજાઓ થયેલ હોય તેની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાઈ હતી. આ ગુનામાં રીક્ષા છકડા નં.જીજે.17.ડબલ્યુ.0940ના માલિક રવિન્દ્ર જયંતિલાલ સોની (રહે. મુકતાનંદ સોસાયટી, બામરોલી રોડ, ગોધરા) સાથે મળી છકડો રીક્ષાના ડ્રાઈવર તરીકે હનિફ મુસા મન્સુરીને પોલીસ સમક્ષ રજુ કરી વીમા કંપની સાથે વિશ્વાસધાત ઠગાઈ કર્યાની ફરિયાદ આઇ.સી.આઈ.સી.આઈ. લોમ્બોર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીના ડેપ્યુટી વાઈસ પ્રેસીડન્ટ મનોજભાઇ શાહ દ્વારા હાલોલ પોલીસ મથકે હનિફભાઇ મુસાભાઇ મન્સુરી અને રવિન્દ્ર જયંતીલાલ સોની વિરૂદ્ધ ઠગાઈ વિશ્ર્વાસધાતની ફરિયાદ નોંધાવા પામી છે.