દાહોદ જીલ્લાના દેવગઢબારીયા શહેર માંથી પસાર થતી રોયલ્ટી પાસ વગર ની રેતી ભરેલી ટ્રકો ખાણ ખનીજ દાહોદ ની ગાડી આવતા કઈ રીતે થાય છે છૂમંતર..!!

  • દરરોજ હજારો ટન સફેદ રેતી રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર હેરાફેરી થતી હોય છે.

દાહોદ, પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા તાલુકામાં પાનમ અને ઉજ્જવળ એમ બે નદીઓમાં સફેદ રેતીનો વિપુલ જથ્થો આવેલ હોય આ નદી કાંઠાના અમુક ગામડા જેવાકે બૈણા, જુનાબારિયા, ઉંચવાણ, ચેનપુર, રામા, વિરોલ, રાતડીયા, લવારીયામાં ક્યાંક ક્યાંક રેતીની કાયદેસર લીઝની મંજૂરી સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. જયારે અમુક જગ્યાએ કોઇપણ જાતના પરમિશન વગર રેતી ખનન કરવાની ગેરકાયદેસર પ્રવુતિ ધમધમી રહી છે. જે જગ્યા એ રેતીની લીઝ આવેલ છે. ત્યાં ઘણીવાર રેતી અન્ય જગ્યાએથી ટ્રકમાં ભરી લાવી અને રોયલ્ટી પાસ અપાતી હોવાની જાણકારી મળી છે. જયારે ઘણીવાર કોઇપણ રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો અન્ય રાજ્યમાં પણ પહોંચતી હોય છે. રોયલ્ટી પાસ નહીં હોવાના કારણે સરકારની તિજોરીમાં મોટી ખોટ રેત માફિયાઓ કરી રહ્યા છે.

દેવગઢ બારીયા તાલુકામાં ખાણ ખનીજ દાહોદની ગાડી આવવાની હોય ત્યારે ગેરકાયદેસર રેતી વહન કરતા ટ્રક ચાલકો રેતી ભરેલી ગાડીઓ ક્યાંક છુપાવી દેતા હોય છે. કેમકે તેમને ક્યાંક કંઈક રીતે માહિતી મળી જતી હશે માટે તેઓ ઘણીવાર રેતી ભરવા નદી માં ગયા હોય ત્યાંથી પણ બહાર નીકળી જતા હોય છે.

સંગલગ્ન તંત્રના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રકો પકડાઈ ત્યારે તેમના મોબાઈલ ફોનની ચકાસણી કરવું જરૂરી છે. કદાચ કોઈ ગ્રુપ મારફતે જાણકારી મળતી હોય તેવું પણ માનવાજોગ છે.