મહીસાગર જીલ્લો : વિકસિત ભારત સંકલ્પ યાત્રા: સંતરામપુર તાલુકાના બારેલા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું

લુણાવાડા, મહીસાગર જીલ્લા સહિત તમામ જીલ્લાઓમાં સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ હતું.

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના બારેલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓએ યોજનાના મળેલા લાભો વિશે વાત કરી અન્યને યોજનાથી માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે સંતરામપુર પ્રાંત અધિકારી, સંતરામપુર મામલતદાર, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.