ઝાલોદ,રાજેશ કાળુભાઈ પરમાર દ્વારા તારીખ 25-12-2023 નારોજ ચૂંટણીપંચ અધીક્ષકને ઝાલોદ તા. પ્રા. શિ. કો. કે.સો.લી ઉમેદવારી ફોર્મ રદ કેમ થયું તેના કારણ અંગે લેખિતમાં માંગ કરેલ છે, પરંતુ બે દિવસ થયા છતાંય તેમને આ અરજી માટે કોઈ સાંભળવા તૈયાર નથી. તેવું જાણવા મળી રહેલ છે. રાજેશ પરમાર દ્વારા લેખિતમાં માંગણી કરેલ છે કે તેમને અને બીજા કોઈ પણ ઉમેદવારોને ફોર્મની સાથે નિયમો અને ફોર્મ ભરવા અંગે માર્ગદર્શક સુચનો આપેલ ન હતા અને સોશિયલ મીડિયા કે સોસાયટીના નોટિસ બોર્ડ પર પણ જાહેર કરવામાં આવેલ નથી. રાજેશ પરમારનું ફોર્મ કયા કારણોસર રદ થયું તેના કારણો અને રાજેશ પરમારને આ બાબતે સાંભળવા માટેની માંગ લેખિત અરજીમાં કરવામાં આવેલ છે.
તારીખ 27-12-2023 ના રોજ સોશિયલ મીડિયામાં આત્મવિલોપન કરીશ તેવો એક મેસેજ વાયરલ થયેલ છે. આ મેસેજ વિશે જવાબદાર અધિકારીઓ પાસે ખરાઈ કરવા પૂછવા કોલ કરવામાં આવેલ હતો. પરંતુ જવાબદાર અધિકારીઓ કોલ ઉઠાવતા નથી. આ મેસેજમાં આત્મવિલોપનની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચ સાથે જોડાયેલ તમામ સભ્યોનો રહેશે તે રીતે જણાવવામાં આવેલ છે. હવે ખરેખર સત્ય હકીકત શું છે, તે તપાસનો વિષય છે. તેમજ આ વાયરલ મેસેજ સાચો છે કે ખોટો તેના વિશે અલગ અલગ અટકળો સાંભળવા મળેલ છે.