માગશર મહિનાની પૂનમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર: દ્વારકામાં કડકડતી ઠંડીમાં લોકોએ ગોમતીમાં સ્નાન કર્યું

દ્વારકા, ગુજરાતમાં ફુલગુલાબી ઠંડી વચ્ચે પણ શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા મંદિરોમાં પહોંચ્યા છે. આજે દ્વારકામાં ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરની બહાર લાંબી ક્તારોમાં જોવા મળ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

આ તરફ યાત્રાધામ પાવાગઢમાં પણ ભક્તો મહાકાળી માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. આજે માગશર સુદ પૂનમના દિવસે કડકડતી ઠંડી વચ્ચે પણ માઈભક્તો પૂનમ ભરવા પાવાગઢ પહોંચ્યા હતા. યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમને લઈ વહેલી સવારથી ભક્તો ઉમટ્યા અને ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.