- ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે,
ઈમ્ફાલ, ભારત આવી રહેલા માલવાહક જહાજ પર શનિવારે કરવામાં આવેલા ડ્રોન હુમલા પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું.આઈએનએસના કમીશનિંગ દરમિયાન રક્ષા મંત્રીએ કહ્યું કે, આજકાલ દરિયામાં હલચલ કંઈક વધારે થઈ રહી છે. ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતોએ કેટલીક તાકાતોને ઈર્ષ્યા અને દ્વેષથી ભરી દીધી છે. અરબ સાગરમાં હાલમાં થયેલા સ્ફ કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા અને કેટલાક દિવસો પહેલા લાલ સાગરમાં સ્ફ સાઈ બાબા પર થયેલા હુમલાને ભારત ખુબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, ભારતીય નૌસેનાની દરિયાઈ દેખરેખ વધારી દેવાઈ છે. જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે. તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.શનિવારે, પોરબંદરથી લગભગ ૨૧૭ નોટિકલ માઇલ દૂર, ૨૧ ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈને કૉમર્શિયલ જહાજ એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. નૌકાદળે એમવી કેમ પ્લુટો નામના જહાજનું મુંબઈ બંદરે આગમન કર્યા બાદ તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું છે અને ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. આ પહેલા યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યું હતું કે ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાથી એમવી કેમ પ્લુટોને ફટકો પડ્યો હતો. જો કે ઈરાને આ આરોપને પાયાવિહોણા ગણાવ્યો છે.
એમવી કેમ પ્લુટો પછી લાલ સમુદ્રમાં ભારતીય વજ ધરાવતા જહાજ એમવી સાંઈબાબા પર જોરદાર ડ્રોન હુમલો થયો છે. અમેરિકન અહેવાલો અનુસાર, આ જહાજ યમનના હુથી વિદ્રોહીઓના ડ્રોન હુમલા હેઠળ આવ્યું છે. દરમિયાન, ભારતીય નૌકાદળે પણ દરિયામાં સુરક્ષા વધારી દીધી છે અને જહાજોની સુરક્ષા માટે અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે આ વિનાશક જહાજની લંબાઈ ૧૬૪ મીટર, પહોળાઈ ૧૭ મીટર અને વિસ્થાપન ક્ષમતા ૭૫૦૦ ટન છે. આ જહાજનું નિર્માણ સ્વદેશી સ્ટીલ ડ્ઢસ્ઇ ૨૪૯છ નો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે અને તે ભારતમાં બનેલું સૌથી ઊંચું ડિસ્ટ્રોયર છે.આ જહાજ ચાર શક્તિશાળી ગેસ ટર્બાઇનની મદદથી સંચાલિત છે, જે ૩૦ નોટથી વધુની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે. આ જહાજમાં ૫૦ અધિકારીઓ સહિત ૩૧૨ ખલાસીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેની ક્ષમતા ૮૦૦૦ નોટિકલ માઈલનું અંતર કાપવાની છે અને તે ૪૨ દિવસ સુધી પાણીની અંદર રહીને મિશન પાર પાડી શકે છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, ભારત આખા ઈન્ડિયન ઓશિયન રીઝનમાં એનએસપીની ભૂમિકામાં છે. અમે નક્કી કરીશું કે, આ વિસ્તારમાં થનારો દરિયાઈ વેપાર સમુદ્રથી લઈને આકાશની ઉંચાઈઓ સુધી પહોંચશે. શનિવારે અરબ સાગરમાં એમવી કેમ પ્લૂટો પર ડ્રોનથી હુલો કરવાના સમાચાર આવ્યા હતા. આ જહાજ સાઉદી અરબના એક પોર્ટથી ભારતના મંગલૌર આવી રહ્યું હતું. આ હુમલો ગુજરાતના વેરાવળથી ૨૦૦ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં કરાયો હતો. રિપોર્ટ અનુસાર, આ વ્યાપારિક જહાજ પર માસ્ટર સહિત ૨૧ ભારતીય અને એક નેપાળી નાગરિક સવાર હતા. ડ્રોન હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી, પરંતુ સમય સર તેને બુજાવી દેવાઈ હતી.
અમેરિકન રક્ષા વિભાગે ડ્રોન હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. સીએચઈએમ પ્લૂટો નામના આ જહાજ પર લાઈબેરિયાઈ ઝંડો લાગેલો હતો, જેની માલિકી જાપાનની કંપની પાસે છે અને નેધરલેન્ડથી સંચાલિત થાય છે.
આ હુમલાને લઈને કેટલાક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને તમામ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. પહેલા શંકા ઈરાન સમથત હૂતી વિદ્રોહિઓ પર છે. કારણ કે સ્ફ કેમ પ્લૂટો જહાજ પર આ હુમલો એવા સમયે થ્યો છે જ્યારે હાલમાં ઈરાન સમથત હૂતી વિદ્રોહિઓએ લાલ સાગર થઈને જનારા જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી.
હૂતી વિદ્રોહિઓએ લાલ સાગરમાં કેટલાક વ્યાપારિક જહાજોને પોતાના નિશાન પણ બનાવ્યા હતા. જેના કારણે વ્યાપારિક જહાજોનો રૂટ બદલવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. હજુ ગત નવેમ્બરમાં જ હૂતી વિદ્રોહિયોએ લાલ સાગરમાં એક માલવાહક જહાજને પણ હાઈજેક કર્યું હતું.નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે જણાવ્યું હતું કે વેપારી જહાજો પર ચાંચિયાગીરી અને ડ્રોન હુમલાનો સામનો કરવા માટે ચાર વિનાશક તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પી૮આઈ એરક્રાટ, ડોનયર્સ, સી ગાડયન્સ, હેલિકોપ્ટર અને કોસ્ટ ગાર્ડ જહાજો – તમામને ચાંચિયાગીરી અને ડ્રોન હુમલાના જોખમોનો સામનો કરવા માટે સંયુક્ત રીતે તૈનાત કરવામાં આવ્યા છે.