ઈસ્લામાબાદ,ડેવિસ કપ વર્લ્ડ ગૃપ ૧ની પ્લે-ઓફ મેચો ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં રમાવાની છે. ભારતે ૩ અને ૪ ફેબ્રુઆરીએ યોજાનારી પાકિસ્તાન સામેની મેચ માટે છ સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
રામકુમાર રામનાથન, એન શ્રીરામ બાલાજી, યુકી ભામ્બરી, નિકી કાલિયાંડા પૂનાચા, સાકેત માયનેની અને દિગ્વિજય પ્રતાપ સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે દિગ્વિજય પ્રતાપ સિંહ રિઝર્વ ખેલાડી છે.ડેવિસ કપ વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાંની એક છે. આ સ્પર્ધાએ હજુ પણ તેની ચમક જાળવી રાખી છે. ડેવિસ કપ એ ટીમો દ્વારા રમાતી આંતરરાષ્ટ્રીય પુરુષોની ટેનિસ ટુર્નામેન્ટ છે. ડેવિસ કપ દર વર્ષે નોક-આઉટ ફોર્મેટમાં રમાય છે. તેને ટેનિસના વર્લ્ડ કપ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રેષ્ઠ બ્રિટિશ અને અમેરિકનોને એકબીજા સામે સ્પર્ધામાં મુક્તી ટુર્નામેન્ટ માટેનો વિચાર કદાચ સૌપ્રથમ જેમ્સ ડ્વાઈટે આપ્યો હતો, જે યુએસ નેશનલ લૉન ટેનિસ એસોસિએશનના પ્રથમ પ્રમુખ હતા જ્યારે તેની રચના ૧૮૮૧માં થઈ હતી.રામનાથન અને પૂનાચા સિંગલ્સ મેચ રમી શકે છે જ્યારે યુકી, બાલાજી અને માયનેનીમાંથી કોઈપણ બેને ડબલ્સ મેચ માટે પસંદ કરી શકાય છે. રોહિત રાજપાલ ટીમનો નોન-પ્લેઈંગ કેપ્ટન હશે જ્યારે જીશાન અલી કોચની ભૂમિકા નિભાવશે.
ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે પસંદગી સમિતિની બેઠકની અધ્યક્ષતા નંદન બાલ અને અન્ય સમિતિના સભ્યો બલરામ સિંહ, મુસ્તફા ઘોષ, સાઈ જયલક્ષ્મી, રાજપાલ, ઝીશાન અને સચિવ અનિલ ધુપર પણ હાજર હતા.
ભારતે છેલ્લે ૧૯૬૪માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને ૪-૦થી જીત મેળવી હતી. ભારત આજ સુધી પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી. તેણે પાકિસ્તાન સામેની તમામ આઠ મેચ જીતી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ ૨૦૧૯માં તટસ્થ સ્થળ પર રમાઈ હતી. ભારતે આ મેચ પણ ૪-૦થી જીતી લીધી હતી.એઆઈટીએએ તાજેતરમાં ૩-૪ ફેબ્રુઆરી (૨૦૨૪)ના રોજ વર્લ્ડ ગ્રુપ વન પ્લે-ઓફ ટાઈ માટે પાંચ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે જો આઈટીએફ તેની અપીલને ફગાવી દેશે, તો તે ડેવિસ કપ ટીમને પાકિસ્તાન મોકલશે.
૧૫ સભ્યોની ડેવિસ કપ કમિટી (ડીસીસી) દ્વારા તટસ્થ સ્થળ માટે એઆઈટીએની વિનંતીને પણ નકારી કાઢવામાં આવી હતી, જેના પગલે રાષ્ટ્રીય ફેડરેશને આઈટીએફ આર્બિસ્ટ્રેશન નો સંપર્ક કર્યો હતો, પાકિસ્તાન મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આર્બિસ્ટ્રેશને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ડીસીસીનો ટાઈ યોજવાનો નિર્ણય નક્કર આધાર ધરાવે છે અને ડેવિસ કપ ટાઈ માટે ડીસીસી દ્વારા પસંદ કરાયેલ સ્થળની મુલાકાત લેવી તમામ દેશો માટે ફરજિયાત છે.એઆઈટીએની દલીલ એવી હતી કે ભારત સાથે અન્ય દેશોની જેમ વ્યવહાર ન કરવો જોઈએ કારણ કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વણસેલા છે.એઆઈટીએએ એવી પણ દલીલ કરી હતી કે પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાશે, તેથી ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ ન કરવો જોઈએ.ડીસીએએ એઆઈટીએની ભારતની ટીમ પાકિસ્તાન ના મોકલવાની દલીલને ફગાવી દીધી હતી કે, પાકિસ્તાને તાજેતરમાં કેટલીક મહત્વપૂર્ણ ડેવિસ કપ મેચોની સફળતાપૂર્વક યજમાની કરી છે, તેથી એવો કોઈ નક્કર આધાર નથી કે પાકિસ્તાને ભારત સામેની મેચો યોગ્ય રીતે યોજવી જોઈએ નહીં. તેમણે કહ્યું, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી યજમાન રાષ્ટ્રની છે, ભારતીય ટીમને ખાતરી આપવી જોઈએ કે તેમની મુસાફરી અને ભાગીદારી માટે જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવશે.