મુંબઇ, વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલ રાઉન્ડર કાયરન પોલાર્ડને ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે ઇંગ્લેન્ડની ટીમનો આસિસ્ટન્ટ કોચ નિયુક્ત કરવામાં આવ્યો છે. આ શાનદાર ટૂર્નામેન્ટ વેસ્ટ ઇન્ડિઝ અને ICC માં રમાશે. પોલાર્ડ જૂન ૨૦૨૪થી ઇંગ્લેન્ડની ટીમ સાથે જોડાશે. મહત્ત્વપૂર્ણ છે કે ૨૦૨૨ ટી-૨૦ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને બીજી વખત ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો.
કાયરન પોલાર્ડે વેસ્ટ ઇન્ડિઝ તરફથી પોતાના ઘરમાં કેટલીક મહત્ત્વપૂર્ણ મેચમાં ભાગ લીધો છે અને ત્યાની પરિસ્થિતિ ઘણી સારી રીતે ખબર છે. પોલાર્ડે કેટલીક મેચમાં પોતીની ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કાયરન પોલાર્ડની ટી-૨૦માં વિસ્ફોટક ખેલાડીઓમાં ગણના થાય છે.
તાજેતરમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝમાં યજમાન વિરૂદ્ધ ૫ મેચની ટી-૨૦ સિરીઝ રમી હતી. ભલે ઇંગ્લેન્ડ આ સિરીઝમાં ૩-૨થી હારી ગયુ હોય પરંતુ ટીમના ખેલાડીઓએ તેમાં ઘણુ સારૂ પ્રદર્શન કર્યું હતું.
ઇંગ્લેન્ડ તરફથી કેટલાક એવા ખેલાડી હતા જેમણે વેસ્ટ ઇન્ડિઝને ઘરમાં પડકાર આપ્યો હતો. હવે જ્યારે ટી-૨૦ વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડિઝમાં રમાવાનો છે ત્યારે પોલાર્ડને ઇંગ્લેન્ડ ટીમમાં આસિસ્ટન્ટ કોચના રૂપમાં જોડવામાં આવ્યા પછી ટીમ વધારે મજબૂત બની જશે.
મહત્ત્વપૂર્ણ છે કે આઇસીસી વન ડે વર્લ્ડકપ ૨૦૨૩માં ઇંગ્લેન્ડ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટીમ સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી શકી નહતી. જોકે, ટી-૨૦માં ઇંગ્લિશ ટીમનો રેકોર્ડ હંમેશા ઘણો સારો રહ્યો છે.
પોલાર્ડની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝના એવા કેટલાક સ્ટેડિયમ છે જે આ પૂર્વ ખેલાડીને સારી રીતે ખબર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય પોલાર્ડે કેરેબિયન પ્રીમિયર લીગમાં પણ પોતાની બેટિંગ અને બોલિંગથી તમામ લોકોનું દિલ જીત્યું છે. આ ટૂર્નામેન્ટના કાર્યક્રમની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. તમામ ઇંગ્લિશ ફેન્સ પણ આ વાતથી ખુશ થશે કે આગામી ટૂર્નામેન્ટમાં પોલાર્ડ ઇંગ્લેન્ડ ટીમમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળશે.