
મુંબઇ,૨૬ જાન્યુઆરી, ૨૦૨૩થી ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રીકા વચ્ચે ૨ મેચની ટેસ્ટ સિરીઝની શરુઆત થશે. ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલ સહિત ટીમ ઈન્ડિયાના કેટલાક પ્લેયર્સે આફ્રીકન જંગલ સફારીનો આનંદ માણ્યો હતો.જે ઈતિહાસમાં ક્યારેય નથી થયુ તે કરવા માટે ટીમ ઈન્ડિયા હવે તૈયાર છે. સાઉથ આફ્રીકાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયા તનતોડ મહેનત કરી રહી છે.પણ તે પહેલા ટીમ ઈન્ડિયાએ આફ્રીકન જંગલ સફારીનો આનંદ પણ માણ્યો હતો.
૨૪ વર્ષીય શુભમન ગિલે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરીને છે. જેમાં તે આફ્રીકન સફારીનો આનંદ માણતો જોવા મળે છે. આ દરમિયાન તેણે એક હેલિકોપ્ટર રાઈડ પણ કરી હતી.જંગલ સફારી દરમિયાન તે જંગલી જીવોના નજીક પણ જોવા મળ્યો. ત્યાના સ્થાનીક લોકો સાથે તેણે બોર્ન ફાયરની મજા પણ માણી હતી.સાઉથ આફ્રીકા સામેની સિરીઝમાં સૌની નજર શુભમન ગિલ પર રહેશે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં તેને રેકોર્ડ કઈક ખાસ રહ્યો નથી.તેના ઓપનિંગ જોડીદાર રોહિત શર્મા માટે પણ આ સિરીઝ ખુબ મહત્વપૂર્ણ રહેશે.