ફતેપુરા મામલતદાર કચેરીમાં જૂન મહિનો 31 દિવસનો.

સંજય કલાલ ફતેપુરા,

ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા હાલમાં પાત્રતાના ધરાવતા એન.એફ.એસ.એ કાર્ડ ધારકો ને પોતાના કાર્ડ જમા કરાવવા કે કમી કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.જે માટે એક જાહેર અપીલ ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવી છે આ અપીલમાં સ્પષ્ટપણે બે જગ્યાએ લખવામાં આવ્યું છે પાત્રતાના ધરાવતા એન.એફ.એસ.એ કાર્ડ ધારકોએ તારીખ 31 june 2022 સુધીમાં પોતાના આવા કાર્ડ જમા કરાવી દેવા હવે સ્વાભાવિક છે કે આ માનવ સહજ ભૂલ છે અથવા તો ઓપરેટર દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા થયેલી ભૂલ છે પરંતુ અપીલ તૈયાર થયા પછી ઓપરેટર કે કર્મચારી કે અન્ય અધિકારીઓ દ્વારા આ બાબતે ચકાસણી કરવામાં આવી નથી. આ લખાણ તૈયાર થયા પછી મામલતદારની સહી માં પણ ગઇ હશે જ્યાં મામલતદારે પણ આ લખાણ માં બે જગ્યાએ લખેલ 31 june 2022 જોયા વગર જ સહી કરી દીધી હશે? જો આવી ગંભીર ભૂલ મોટા દસ્તાવેજમાં થઈ હશે તો અરજદાર ના ચંપલ ના તળિયા ઘસાઈ જશે તોયે આવી ભૂલ સુધારવામાં છ મહિનાથી એક વર્ષ જેટલો સમય લાગી શકે છે ત્યારે ફતેપુરા મામલતદાર કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે મામલતદાર દ્વારા પણ આંખો મીંચીને સહી કરી દેવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.


આમ ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવેલ જાહેર અપીલ માં તારીખ 31 june 2022 છાપીને કોઈપણ જાતની ચકાસણી કર્યા વગર અપીલને પ્રસિદ્ધ કરી દેવાતા મામલતદાર કચેરીની ગંભીર બેદરકારી બાબતે ફતેપુરા તાલુકામાં ચર્ચાઓ ઉઠવા પામી છે.