
શહેરા,શહેરા-ગોધરા હાઇવે માર્ગ ઉપર આવેલ ખાંડીયા ગામ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક તાલુકા તેમજ અન્ય તાલુકાની 30 કરતાં વધુ ટીમોએ ભાગ લીધો હતો. જ્યારે ડોકવા અને પઢીયાર ગામની ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભાજપ અગ્રણી રાકેશભાઈ પર્વતસિંહ ચૌહાણ અને તેમના સમર્થકો ખિલાડીઓનો ઉત્સાહ વધારવા મેદાન ખાતે પહોંચી ગયા હતા. ડોકવા ગામના ખેલાડીઓએ મેચમાં સારૂ પ્રદર્શન કરતા જીત થઈ હતી. જ્યારે મેદાન ખાતે ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં મેચ નિહાળવા માટે ઉમટી આવ્યા હતા.