ગોધરા,પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં 25 ડીસેમ્બર નાતાલના પર્વની ક્રિશ્ચિયન સમાજ દ્વારા ઉજવણી કરાઈ. ક્રિશ્ચિયન સમાજના પરિવારો ચર્ચ ખાતે પહોંચી પ્રાર્થના સભા યોજી નાતાલના પર્વની શુભેચ્છાઓ આપવામાં આવી છે.
ગોધરા શહેર જીલ્લામાં 25 ડીસેમ્બર નાતાલ ઈશુ ખ્રિસ્તીના જન્મ દિવસની ઉજવણી માટે ક્રિશ્ચિયન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. નાતાલના પર્વએ ક્રિશ્ચિયન સમાજના લોકો પરિવાર સાથે વહેલી સવારે ચર્ચ ખાતે પહોંચીને પ્રાર્થના સભામાં જોડાયા હતા. સાથે એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ આપી હતી. નાતાલના પર્વએ કેક કાપી તેમજ ચોકલેટ ખવડાવી નાતાલ પર્વની ઉજવણી કરાઈ હતી. નાતાલ પર્વને લઈ ગોધરા શહેરના મધ્યમાં આવેલ મેથોડીસ ચર્ચને રંગબેરંગી લાઈટીંગ કરતા ઝળઝળી ઉઠી હતી.