ભારતીય દરિયાકાંઠાથી ૨૦૦ નોટિકલ માઈલ દૂર ડ્રોન હુમલો કરાયો છે ૨૩ ડિસેમ્બરના રોજ હિંદ મહાસાગરમાં લગભગ ૨૧૭ નોટિકલ માઈલ દૂર પોરબંદર દરિયા કિનારે વેપારી જહાજ પર એક શંકાસ્પદ ડ્રોનનો હુમલો થયો હતો. આ અંગે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો છે કે જે કેમિકલ ટેક્ધર પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તે ઈરાનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મામલે પેન્ટાગનના પ્રવક્તા દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.
પેન્ટાગનએ કહ્યું કે, લાઇબેરિયન વજ ધરાવતું જાપાન-માલિકીનું અને નેધરલેન્ડ સંચાલિત કેમ પ્લુટો હિંદ મહાસાગરમાં સ્થાનિક સમય મુજબ સવારે ૧૦ વાગ્યે ઈરાનના એકપક્ષીય હુમલાને પગલે હિંદ મહાસાગરમાં ધસી આવ્યું હતું પેન્ટાગોને જણાવ્યું કે,સુત્રો અનુસાર ભારતીય દરિયાકાંઠાથી ૨૦૦ નોટિકલ માઈલ દૂર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.
પેન્ટાગોનના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ૨૦૨૧ પછી કૉમર્શિયલ જહાજ પર આ સાતમો ઈરાની હુમલો છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા તેજ કર્યા છે.