દુનિયામાં મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે સદનસીબે ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ મંકિપોક્સ ચેપી હોવાથી અને દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ભારતમાં તેની એન્ટ્રી અટકાવવા સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સના મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ બહાર પાડી છે.
મંકિપોક્સના લક્ષણો પર 21 દિવસ સુધી નજર રાખો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. ચેપી સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્કથી 21 દિવસ (કેસની વ્યાખ્યા મુજબ) ચિહ્નો/લક્ષણોની શરૂઆત માટે ઓછામાં ઓછા દરરોજ સંપર્કોનું નિરીક્ષણ કરવું જોઈએ.
WHOએ મંકિપોક્સને લઈને જાહેર કરી ગંભીર ચિંતા
કોરોનાની સાથે સાથે મંકી પોક્સના કેસ પણ નોંધાઇ રહ્યા છે. વધતા કેસને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી છે. આ બીમારીને લઇને કડકમાં કકડ પગલા લેવા પર ભાર આપીને જણાવ્યું કે મંકીપોક્સને નાની બીમારી ગણવી ભૂલભરેલી છે. આ અંગે WHOના મહામારી અને નિવારણ વિભાગના વડા સિલ્વીએ બ્રાયન્ડે વિશ્વભરમાં મંકીપોક્સના કેસોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મને નથી આપણે આને કેમ નાની બીમારી તરીકે કેમ જોઇ રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું કે તેઓ આ વાત પર વિચાર કરી રહી છે કે તે અમે આ બીમારીને આંતરરાષ્ટ્રીય પબ્લિક હેલ્થ ઇમરજન્સી કે PHEIC તરીકે જોવી જોઇએ કે નહી.